________________
વધુને વધુ વિસ્મયરસ તેમાંથી ઝરે છે, જે તેમના પ્રત્યેના અહોભાવને અનેક ગણો વધારી મૂકે છે. એક અજબગજબનું અજાયબઘર છે ગૌતમનું જીવન. ગૌતમની લઘુતાએ કદાચ પ્રકર્ષની સરહદ પણ વટાવી દીધી હતી. તો ગૌતમની ગરિમા પણ સીમાતીત હતી. એક કલ્પનાચિત્ર માનસપટ ઉપર ઉપસી રહ્યું છે. રાજધાની પ્લેટફોર્મ પર ઊભી છે. પેસેન્જરો ડબામાં ગોઠવાઈ ગયા છે. ડિપાર્ચરનો સમય થઇ ચૂક્યો છે. ગ્રીન સીગ્નલ મળી ગયું છે. વીસલ વાગી ગઇ છે. છતાં ટ્રેન સ્ટાર્ટ થતી નથી, કારણ કે એક પેસેન્જર આવવાનો બાકી છે. જે પેસેન્જર માટે રાજધાની એકસપ્રેસ ખોટી થાય તે પેસેન્જર કેવા તો વી.આઇ.પી. હોય ! વૈશાખ સુદ દસમે પ્રભુને કેવલજ્ઞાન થયું. દેવોએ સમવસરણ રચ્યું. રાજધાની પ્લેટફોર્મ પર મૂકાઇ ગઇ જિનનામકર્મનો વિપાકોદય શરૂ થઇ ગયો એટલે શાસન સ્થાપના માટેનું ગ્રીન સીગ્નલ મળી ગયું. તે છતાં, રાજધાની ન ઉપડી. શાસન સ્થાપના ન કંઇ. વી.આઇ.પી. માટે રાજધાની રોકાઇ ગઇ છે. ગૌતમ હાજર નથી. શાસનસ્થાપના એક અહોરાત્ર લંબાઇ ગઇ. અવસર્પિણીના ઇતિહાસમાં એક આશ્ચર્ય અંકાઇ ગયું. અને, આ વી.આઇ.પી. પેસેન્જર તો એવા કે તેમને ખાતર ટ્રેનનું ડીપાર્ચર ડીલે થયું એટલું જ નહિ, આખા સ્ટેશનનું સ્થળાંતર થયું. ઋજુવાલિકા નદીના તટે જે શાસન સ્થાપના થવી જોઈતી હતી તે અપાપાપુરીના મહસેન ઉદ્યાનમાં થઇ. ગૌતમ ગજબના વી.આઇ.પી.
પ્રભુ વીરના જિનનામ કર્મનો વિપાકોદય વૈશાખ સુદ ૧૦ ના દિને થયો અને ગૌતમના ગણધરનામ કર્મનો વિપાકોદય વૈશાખ સુદ ૧૧ના દિને થયો. પ્રભુ વીરના શાસનની સ્થાપના જાણે ગૌતમના ગણધર નામકર્મના વિપાકોદયની વાટ જતી વિલંબિત બની !
કોઇ પણા તીર્થંકર પરમાત્માના પ્રથમ ગણધર એવા ન હોય જે પોતાના ગુરુ તીર્થંકર દેવનાં કેવલજ્ઞાન કલ્યાણકની ઉજવણીમાં હાજર ન હોય. કારણ કે ગણધર પ્રાયોગ્ય જીવનું ગણધર પદે સ્થાપિત થવું તે જ તો ખરી કેવલજ્ઞાન કલ્યાણકની ઉજવણી છે. ગૌતમસ્વામી સહિત અગીયારેય ગણધર પ્રભુ વીરનાં કેવલ
-
૧૨