________________
દિવ્ય કુસુમવું
ગૌતમ-ત્રણ અક્ષરનું આ નામ એટલે એક વિસ્ફોટક અધ્યાત્મ બોમ્બ ! કેટલાક બોમ્બ એવા હોય છે તમે તેને ઓપરેટ કરો તો ફૂટે. કેટલાક એવા હોય છે કે તેને લાઇટર ચાંપવાથી તે ફૂટે. કેટલાક બોમ્બ એવા કે કોઇ તેને અડે કે તરત ફૂટે. ગૌતમ નામ એવો એક અધ્યાત્મબોમ્બ છે કે તમે તે નામ હોઠે અડાડો કે તરત તે ફૂટે અને અંતરાય કર્મોનાં નગરોના નગરો નામશેષ થાય. તે બોમ્બના વિસ્ફોટથી કર્મની સૃષ્ટિમાં નાગાશાકી કે હીરોશીમા ઇવર આકાર લે !
નામનિક્ષેપાના પ્રભાવથી આપણે સહુ પરિચિત તો છીએ જ. બાવાનું નામ સાંભળતા બાબો ડરી જાય છે. “સાપ” શબ્દની બૂમ કાને પડતા બાબલાની સાથે બાપા પણ ભાગવા માંડે છે. ભૂત નજરે જોનારા કેટલા ? અને, ભૂતથી ડરનારા કેટલા? તે બધાને ભયભીત કરનાર ભૂત નથી, ભૂતનું નામ છે. ઘણાંને ભજીયા કે રસપુરીનું નામ સાંભળતા મુખમાં પાણી છૂટે છે ! મમ્મીનું નામ સાંભળતા જ સંતાન નિર્ભય બને છે અને સંતાનનું નામ સાંભળતા જ મમ્મીને ધરપત થાય છે. શત્રુનું નામ પડતા જ કેટલાકને કોપની કંપારી છૂટે છે. નામમાં કાંઇક છે તો ખરું જ. જેનું તે નામ છે તે મૂળભૂત પદાર્થનાં સ્વરૂપને આધારે નામમાં તેવો પ્રભાવ પેદા થાય છે. મીનીસ્ટર પોતે કદાચ વજનમાં હળવા હોય તો પણ તેમનું નામ એવું વજનદાર હોય છે કે તે નામનાં વજનથી ઘણાં વિઘ્નો દબાઇ જતા હોય છે.
ગૌતમસ્વામીના અનુપમ અને અનુત્તર ભાવનિક્ષેપાએ તેમના નામ નિલેપમાં એવો તો પ્રભાવ પૂર્યો કે, હાથ-પગ અને હોંશિયારી બધું થાકે ત્યારે આ