________________
રહે છે. જ્યાં પામર પાણી-પાણી થાય ત્યાં આ પરમેશ સ્થિતપ્રજ્ઞ રહે છે. જ્યાં તુચ્છ વ્યક્તિત્વના તૂટીને ટુકડા થઇ જાય ત્યાં પણ આ ટોચનું વ્યક્તિત્વ બહુ સહજતાથી અખંડ અને પરિપૂર્ણ રહે છે. જ્યાં વામનને વિચલિત થતા વાર ન લાગે, ત્યાં પણ આ વિરાટ અનાયાસે સ્થિર રહે છે.
ગૌતમ-વિભૂતિ એક અભેદ્ય કિલ્લો છે. તે વિભૂતિનાં જીવન-નગરની ભવ્ય ગુણ-મહેલાતોનાં અંતરંગ એશ્વર્યનો તાગ કોણ પામી શકે ? તેનાં જીવન રહસ્યોને ઉકેલવાનું અધરું નથી, અશક્ય છે આપણા જેવા પામરો માટે.
ગૌતમની ગરિમાનો એક ઝાંખો અંદાજ મેળવવા આ નિબંધમાં એક નિષ્ફળ પ્રયાસ કર્યો છે. આ તોફાની તુક્કા દ્વારા ગૌતમસ્વામીની હાઇટ માપવાના જ થોડા ફાફા માર્યા છે. ક્યાં ગૌતમની ગરિમા અને ક્યાં શુદ્ર માનસની શૂદ્રતા !
ચાલો આપણે આપણા આદર્શ અને આલંબન રૂપે ગૌતમ પ્રભુને સ્થાપિત કરીએ. તેમનાં પાવન ચરણોનું નિત્ય ધ્યાન ધરીએ, તેમની આંખો સામે ત્રાટક કરીએ. તેમના વિસ્મયકારક ચારુ ચારિત્રનું નિત્ય પારાયણ કરીએ. દીન અને અનાથ માંગણ બની તેમની પાસે પાલવ પાથરી ગુણોની યાચના કરીએઃ પ્રભુ ! કેવલજ્ઞાનકારિણી દીક્ષા ભલે આપના હસ્તે આપ અમને ન આપો, અમે માત્ર ચપટી ગુણની ભિક્ષા માંગીએ છીએ, તે તો આપો.
અમે ભલે નમી ન પડીએ, અક્કડ તો ન રહીએ. અમે ભલે ખમી ન લઇએ, ઉકળી તો ન પડીએ. અમે ભલે સર્વથા સમર્પિત ન બનીએ, ઉશૃંખલ તો મટીએ. અમે ભલે નિરભિમાની ન બનીએ, અહંકારી તો મટીએ. અમે ભલે સ્થિતપ્રજ્ઞ ન બનીએ, ચંચળ તો મટીએ. બનવાની વાત પછી કરશું, પહેલા મટવાની કામના તો કરીએ.
અને, જરૂર ગૌતમ પદની આરાધના આપણી ઉપર જાદુ કરશે જ. ગૌતમની ઉપાસનાથી કાંઇક આપણામાં અવનવું બની રહ્યું છે, તે આપણે ચોક્કસ અનુભવશું. અને, પછી ફરી આપણે આ જ નિબંધ લખવા બેસશું તો એ નિબંધ થોડોક જુદો હશે. આપણાં અને ગૌતમ વચ્ચેનું અંતર થોડું ઘટયું હશે.
– ૮૪
'
* બાપા.