________________
બાલસૂર્યને જોયો. તરત ગૌતમસ્વામીનાં મનમાં પ્રશ્ન ઊઠયો અને તેનું સમાધાન મેળવવા તે પ્રભુ વીર પાસે આવ્યા. ગૌતમ સદા એક બાળક બનીને પ્રશ્ન પૂછે છે. બાળક ગમે તે ક્ષણે ગમે તે વિષયનો પ્રશ્ન પૂછી નાંખે. બાળકની જિજ્ઞાસા અત્યંત તીક્ષ્ણ હોય છે. ક્યારેક બહુ સામાન્ય જણાતી ઘટના પણ ગૌતમમાં પ્રશ્નનું કુતૂહલ પેદા કરે છે. અહીં ગૌતમે પ્રભુને પ્રશ્ન પૂછ્યોઃ ભગવન્! આ સૂર્ય એ શું છે અને સૂર્યનો અર્થ શો છે ? સૂર્યની પ્રભા એ શું છે ? બસ. ચાલી પ્રશ્નની પરંપરા. પ્રભુ પણ ગૌતમની જિજ્ઞાસાને હડપ કરી નથી જતા. ગૌતમ જે પૂછે તેનો પ્રભુ પ્રત્યુત્તર વાળે છે અને પ્રશ્નોત્તરનો સિલસિલો આગળ ચાલે છે.
આપણે વિસ્મય ગુમાવીને ઘણું ગુમાવ્યું છે. અજબ ગજબતી ઘટના નજર સામે બનવા છતાં આપણને કોઇ સાત્ત્વિક કૌતુક થતા નથી. ગૌતમની ખરી ઓળખાણ જ વિસ્મય છે. સદાય વિસ્મિત રહેનારા ગૌતમ પોતાના વિસ્મયને ઉકેલવા પ્રભુનો સહારો લે છે. પણ, હજારો વિસ્મયોથી ગૌતમ ઘેરાયેલા છે. એક એક પ્રશ્નનો પ્રત્યુત્તર આપવા દ્વારા પ્રભુ જાણે તેમને વિસ્મયોથી અનાવૃત્ત કરી રહ્યા
ગૌતમસ્વામી ક્યારેક પ્રશ્ન પૂછે છે તો ક્યારેક પ્રશ્નોની હારમાળા ચલાવે છે. ગૌતમ જ્યારે પ્રશ્નની શ્રેણિ ચલાવે ત્યારે તો લાગે કે જવાબમાં અંતે મોક્ષ આવશે નહિ ત્યાં સુધી ગૌતમ અટકશે જ નહિ. નિર્વાણ એ ગૌતમનો સહુથી વહાલો જવાબ હોય તેવું લાગે. તે જવાબ મેળવવા ગૌતમ ઘણીવાર વિરાટ પ્રશ્નશૃંખલા રચે છે. રાજગૃહી નગરીના ગુણશીલ ચૈત્યમાં ગૌતમ પ્રભુવીર સમક્ષ મજાની પ્રશ્નશ્રેણિ ચલાવે છે.
પ્રભુ ! શ્રમણની સેવાનું ફળ શું ? શ્રવણ પ્રભુ ! શ્રવણનું ફળ શું ? જ્ઞાન પ્રભુ જ્ઞાનનું ફળ શું?
જ ૪૯