________________
મોટા શત્રુ ગણાય ! પણ, તે અહંકાર અને દ્વેષ જ ગૌતમસ્વામીને આંગળી પકડીને પ્રભુનાં ચરણોમાં લઇ ગયા. મëવારોfપ વધાય. એક ગઝલની પંક્તિ અહીં યાદ આવેઃ
મારો હાથ ઝાલીને લઇ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી.
ગૌતમસ્વામી પ્રભુ સામે લડ્યા તો સમ્યગ્દર્શન કમાઇ ગયા અને પ્રભુની પાછળ રડ્યા તો કેવલદર્શન પામી ગયા. આપણું તો લડવાનું ય દુનિયા સામે અને રડવાનું ય દુનિયા પાછળ, ક્યાંથી શક્કરવાર વળે આપણો ?
પ્રભુ મહાવીરદેવનું અને શિષ્ય ગૌતમનું સમગ્ર જીવન વિસ્મયોનું મોટું સંગ્રહાલય લાગે. પ્રભુ વીરની નિકટ આવતાની સાથે ગૌતમનો સર્વશપણાનો ભ્રમ ભાંગ્યો અને અંતે પ્રભુ વીરથી દૂર જતાની સાથે તેમનો સર્વજ્ઞ તરીકેનો ક્રમ (નંબર) લાગ્યો.
રાગ-દ્વેષે તો ગૌતમને ખરા હેરાન કરી નાંખ્યા. અહંકારમય દ્વેષને કારણે ગૌતમને પ્રભુનું કેવલજ્ઞાન ખટકતું હતું અને પ્રભુ પરના જાલિમ રાગને કારણે તેમનું કેવલજ્ઞાન અટકતું હતું.
ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ હતા ત્યારે હું જ સર્વજ્ઞ, બીજો સર્વજ્ઞ કોણ આવ્યો ? આ વાતના અહંકારથી પીડાયા. અને પછી થોકબંધ શિષ્યોને કેવલજ્ઞાન થવા લાગ્યું ત્યારે-આ બધા સર્વજ્ઞ અને હું જ એકલો અસર્વજ્ઞ-આ વાતની દીનતાથી પીડાયા. તેમની અહંકારની પીડા પણ પ્રભુએ દૂર કરી અને દીનતાની પીડા પણ પ્રભુએ જ
દૂર કરી !
ઇન્દ્રભૂતિ પોતાના (ભાવિ) ગુરુને અસર્વજ્ઞ અને પોતાને સર્વજ્ઞ માનતા હતા, તેમણે એવી વસ્તુસ્થિતિનો સ્વીકાર કરવો પડ્યો કે ગુરુ થઇને પોતે અસર્વજ્ઞ અને તેમના શિષ્યો સર્વજ્ઞ ! એક મારુતિના ડ્રાયવરે પ્લેનને ઓવરટેક કરવાની હઠ પકડી. તે મારુતિ પ્લેનની સ્પર્ધામાં તો ન ટકી પણ કેટલાય સાયકલ સવારો તે મારુતિને ઓવરટેક કરી ગયા. પોતાની સર્વજ્ઞતાનો દાવો લઇને પ્રભુ વીરની સામે પડનાર ઇન્દ્રભૂતિ આગળ જતા ૫૦ હજાર કેવલી શિષ્યોના છદ્મસ્થ ગુરુ બન્યા.