________________
તો કેવો વટ પડે ! માત્ર મારો વટ નહિ, મારા ગુરુનો પણ પડે જ ને ! લોકો તરત તારીફ કરે કે...ગુરુએ ચેલો તો ટકોરાબંધ તૈયાર કર્યો છે ! ભલેને આપણા પોતાનાં શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન કે મનઃ પર્યવજ્ઞાનથી જવાબ આપ્યો હોય, થોડો જશ ગુરુને મળે તો ય આપણને શું વાંધો હોય ?
મારી પાસે આટલું વિરાટ જ્ઞાન હોય પછી મારા ગુરુદેવને વધારે શ્રમ શા માટે લેવો પડે ? મારા ગુરુદેવને સમવસરણમાં કોઇ પ્રશ્ન પૂછે તો ગુરુદેવ જવાબ આપે તે પહેલા હું જ કહી દઉં. ગુરુદેવને એટલો શ્રમ ઓછો અને આપણાં જ્ઞાનને પ્રગટ થવાનો એટલો સ્કોપ મળે ! અને, આમેય ગુરુનું કાર્ય ચેલો કરી લે તે ભક્તિ જ છે ને ! અને, આપણને જેનો જવાબ સચોટ આવડે છે તેવો પ્રશ્ન સભામાં પૂછાય ત્યારે આપણાથી ચૂપ તો કેવી રીતે બેસી રહેવાય ? હોંશિયારી પ્રદર્શિત કરવાની તક જતી કરે તે હોંશિયાર શાનો ?
અને, મને ખુદને કોઇ અતિ ગૂઢ બાબતનો પ્રશ્ન ઉપસ્થિત થાય (અતિ ગૂઢ વિષય સિવાય તો મને શંકા શેની હોય ?) તો હું જાહેરમાં ન જ પૂછું. એકાંતમાં પ્રભુ વીર પાસે એકલો બેઠો હોઉં ત્યારે હળવેકથી પૂછી લઉં. અને ગુરુદેવ જવાબ આપે ત્યારે તરત ચોખવટ કરી દઉં – Exactly મને પણ આવો જ ખ્યાલ હતો. આ તો તમને પૂછ્યું એટલે પાકું થઇ ગયું ! (અજ્ઞાન જેટલું ગુપ્ત રહે તેટલું સારું અને જ્ઞાન જેટલું પ્રગટ થાય તેટલું સારું-આ આપણી મૂળભૂત માન્યતા)
અને, મારા પ્રશ્નોનો પ્રકાર જુદો હોય ! ફલાણો મોક્ષમાં ક્યારે જશે અને ઢીંકણાને કેવળજ્ઞાન ક્યારે થશે આ પંચાત મારે શા માટે કરવાની ? કોઇની પ્રાઇવેટ બાબતમાં આપણે ઇન્ટરેસ્ટ શા માટે દાખવવો પડે ? સ્ત્રીની ઉમર ન પૂછાય, પુરુષની આવક ન પૂછાય તો કોઇના ભવ કેવી રીતે પૂછાય ? અને, સમજો કે કોઇના ભાવ પૂછું અને વધારે હોય તો મને હરખ થાય, તેવું જોખમ શા માટે લઉં ? અને, કેવલીને આપણું પોતાનું પૂછવાનું ઓછું છે કે બીજાનું પૂછડ્યા કરીએ ? મારે કુલ કેટલા શિષ્ય થશે ? લબ્ધિઓનો પ્રયોગ કરવાની મને કુલ કેટલી તક મળશે ? મારું આયુષ્ય કેટલું છે ? કેટલા રાજાઓ મારા ભક્ત થશે? મારા કેટલા શિષ્યોને કેવળજ્ઞાન થશે ? આવા બધા અતિ મહત્વના પ્રશ્નો પૂછવામાં
'
'