Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 79
________________ - જો ગૌતમ હોઉં તો ! તું સાત રાજારા , સ્કુલમાં ભાષાનાં પ્રશ્નપત્રમાં ઘણીવાર એવો નિબંધ પૂછાતો હોય છે કે, હું– હોઉં તો ! હું વડાપ્રધાન હોઉં તો ! કરોડપતિ હોઉં તો ! પ્રીન્સીપાલ હોઉં તો ! પટાવાળો હોઉં તો ! કે ભિખારી હોઉં તો...આવા તો હજારો પાત્રોને સંભાવનાનાં કેન્દ્ર તરીકે ગોઠવીને નિબંધ પૂછી શકાય. ઘણીવાર તો નિર્જીવ સાધનોને પણ સંભાવનાનાં પાત્ર તરીકે મૂકેલા હોય. જેમકે, હું કચરાટોપલી હોઉં તો ! હું બ્લેકબોર્ડ હોઉં તો ! હું સ્કુલનો ઘંટ હોઉં તો ! આવો નિબંધ પૂછાય ત્યારે વિદ્યાર્થીએ તે તે વસ્તુમાં સજીવારોપણ અલંકાર દ્વારા કચરાપેટી કે બ્લેકબોર્ડનાં કલ્પિત આંતર-સંવેદનોને વાચા આપવાની ! એકવાર એક સ્કુલમાં નિબંધ પૂછાયોઃ જો હું શિક્ષણમંત્રી હોઉં તો ! એક વિદ્યાર્થીએ લખ્યુંઃ જો હું શિક્ષણમંત્રી હોઉં તો સૌ પ્રથમ પરીક્ષામાં આ પ્રકારનો નિબંધ પૂછવા પર જ પ્રતિબંધ મૂકી દઉં ! તે વિદ્યાર્થીને ભલે આ પ્રકારના નિબંધ માટે અરુચિ હોય, મને તો નિબંધનો આ પ્રકાર ખૂબ ગમે છે. બીજાનાં સ્થાને પોતાની જાતને ગોઠવીને બીજાની સ્થિતિને સમજવાનો આ પ્રકારના નિબંધમાં સર્જનાત્મક પ્રયાસ થતો હોય છે. તે તે પાત્રની પરિસ્થિતિ અને મનઃસ્થિતિને સમજવા વિદ્યાર્થી સ્વયં તે પાત્રમય બની જાય છે. અને, નિબંધ લખતા લખતા તેની આદત પડી જાય અને વિદ્યાર્થી પ્રત્યેક પ્રસંગે પોતાની જાતને બીજાનાં સ્થાને મૂકીને જ સંયોગોનો અભ્યાસ કરતો થઇ જાય તો તેનાં જીવનમાં દયા, ક્ષમા, પ્રામાણિકતા વગેરે મૂલ્યો સહજ રીતે

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94