Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 82
________________ કોઇ પોતાની ઇચ્છા અને વિચાર આપણા ઉપર ઠોકી બેસાડે તે કેમ ચાલે ? આપણા ઘોડાની લગામ બીજો ઝાલે ? આપણે તો ઓટો-સજેશન અને અંત: ફુરણાને અનુસરનારી જાત ! આજ્ઞા અને આદેશનું ભારે પાણી આપણી હોજરીને ન પચે. વડિલ કે ગુરુ બહુ બહુ તો પોતાના વિચાર, ઇચ્છા કે ભાવના પ્રદર્શિત કરી શકે, તેની ફરજ કેવી રીતે પાડી શકે ? તેમના વિચાર સાંભળવાની ઉદારતા હું દાખવી શકું, મને મગજમાં ફીટ બેસે તો તેમના તે વિચારો મુજબ વર્તવાની સુજનતા પણ આચરું. પણ, બાબા વાકય પ્રમાણમુ ના વેદીયાવેડા મને ન ફાવે. તહત્તિના સળીયાથી સંપજેલા ગુરુપારતંત્રનાં પાંજરામાં પૂરાઇ રહેનારું આ પંખી નથી. આપણે તો મુક્ત ગગનના સ્વૈરવિહારી પંખી ! અને, હવે પ્રસંગ આવ્યો ત્રિપદીમાંથી દ્વાદશાંગીની રચનાનો ! જો આટલા વિરાટ શ્રુતના ખજાનાનું સર્જન હું કરું તો ચોરાઇ જવાનો ભય મને સહુથી પહેલો સતાવે. મને તરત વિચાર એ આવે કે કોઇ મારી કોપી ન મારે ! સર્વ હક્ક રચયિતાને સ્વાધીન-આવી કાયદેસરની ટીપ્પણ મૂક્યા વગર હું ન રહું. પ્રભુ વીરને વારે ઘડીએ પ્રશ્નો પૂછી પૂછીને હું વિક્ષિપ્ત ન કરું ! સાવ સીલી કવેશ્ચયા ભરસભામાં મારા જેવો જ્ઞાની પૂછે ? મારી પાસે ચાર-ચાર જ્ઞાન હોય અને ૧૪ પૂર્વ સહિત સંપૂર્ણ દ્વાદશાંગીનો શ્રુતખજાનો હોય પછીય મારે ગુરુને પૂછ-પૂછ કરવાનું ? આપણે તો આપકમાઇના સિદ્ધાન્તને વરેલા, બાપકમાઇ ઉપર થોડું જીવાય ? અને, કોઇ ઘરમાં ઇમ્પોર્ટેડ હાઇટેક કેમેરા વસાવે અને તેની ચાંપ એકવાર પણ ન પાડે કે મોંઘુ દાટ કલર ટી.વી. લઇ આવે અને એકેય વાર તેનું બટન on ન કરે તો તેને કહેવું પડે કે, ભાઇ, તારું આ ઘર છે કે મ્યુઝીયમ ? હું તો Maximum Utility ના પ્રીન્સીપલમાં માનનારો ! અને કોઇ પણ ચીજ ઉપયોગ કર્યા વગર પડી રાખો તો તેને કાટ ન લાગી જાય ? મારા અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનને હું Idle પડ્યું ન રાખું. હું કંજૂસ પણ ન બનું, કરકસર પણ ન કરું. અને, આમ કોઇ ગમે તેવો અઘરો પ્રશ્ન પૂછે અને ઝટ અવધિ કે મન:પર્યવનો ઉપયોગ મૂકીને હું તેને સચોટ અને સંતોષકારક સમાધાન આપી દઉં

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94