Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 92
________________ યત ! ક્યાં ક્ષુદ્રતાની ઊંડી ખીણનાં અળસીયાં જેવા આપણે અને ક્યાં વ્યોમવિહારી ગરૂડ જેવા ગૌતમ ! તેમના ગુણોના ગિરિવરિયાની ટોચ નિહાળવા પણ આપણે એટલા ઊંચે ચડવું પડે કે જેની આપણી કોઇ ક્ષમતા નથી. તેથી જ્યાં ઉભા છીએ ત્યાંથી જ આ ગુણગિરિવરની હાઇટ માપવા માટે આ એક જોખમી પ્રયાસ કર્યો છે ! જોખમ છે અજાણતા પણ પ્રભુવીરની કે ગુરુ ગૌતમની અવજ્ઞા થઇ જવાનું ! ક્યાં આપણે અને ક્યાં ગુણગિરીશ ગૌતમ ! જે પ્રસંગમાં આપણે આછકલા થઇ જઇએ કે ઉચ્છંખલ થઇ જઇએ, ત્યારે પણ ગૌતમ તો બહુ સહજતાથી વિનય અને સમર્પણની પાવન સરિતામાં વહી જાય છે. નથી નડતા તેમને કોઇ અવરોધ, નથી કરતા તે ક્યાંય વિરોધ ! સ્વયં મહાન ગુરુ હોવા છતાં તેમનું ખરું સૌંદર્ય તેમનાં શિષ્યત્વમાં છલકાય છે ! જે પ્રસંગોમાં આપણે ઉકળી પડીએ ત્યાં પણ ગૌતમ તો શીતલ નીરના સહોદર બનીને રહે છે. આપણાં ઉકળતા વ્યક્તિત્વથી તદન વિપરીત તેમનું ઠરેલ વ્યક્તિત્વ અત્યંત મોહક લાગે છે ! તેમના જેવા જ આબેહૂબ ગૌતમ બનવાની લાલચ લાગી જાય ! જે પ્રસંગોમાં આપણે નફ્ફટ અને નિર્લજ્જ બની જઇએ, તે પ્રસંગોમાં પણ ગૌતમ વિનય અને નમ્રતાની સરહદને સહજતાથી સાચવે છે ! મગની દાળ ખાધી અને ત્રણ દિવસની કબજીયાત દૂર થઇ તો દિવસોના દિવસો સુધી તે મગની દાળ અને પેટની શુદ્ધિનાં ગાણાં ગાયા કરીએ આપણે, અને ગૌતમ પ્રભુ અનંત લબ્ધિઓ છતાં નિર્લેપ અને નિસ્પૃહ ! પ્રભુ ગૌતમ ! તમારી અનંત લબ્ધિઓ અમને જરૂર આશ્ચર્યમુગ્ધ કરે છે. પરંતુ આટલી લબ્ધિઓથી પણ આપ સર્વથા નિર્લેપ, નિસ્પૃહ અને નિરાસક્ત હતા તેનું આશ્ચર્ય તો કેમેય ઓસરતું નથી. ગૌતમસ્વામી વ્યક્તિ નહોતા, વિભૂતિ હતા. આશ્ચર્ય નહિ, મહાઆશ્ચર્ય હતા. સાધક નહિ, મહાસાધક હતા. યોગી નહિ, યોગીશ્વર હતા. અધ્યાત્મથી છલોછલ હતા, વિનયથી સમૃદ્ધ હતા, ગુણોથી મહાશ્રીમંત હતા. આત્મસૌંદર્યથી ઝળહળતા હતા અને શીલસુવાસથી મઘમઘતા હતા. જ્યાં ક્ષદ્ર આકુળવ્યાકુળ બને ત્યાં આ સ્વામી સહજતાથી સ્વસ્થ (આત્મસ્થ)

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94