Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 91
________________ નહિ..નહિ..નહિ જવા દઉં. શેના જાઓ ? મને છોડીને આમ ચાલ્યા જવાનો તમને શું અધિકાર ? એટલા માટે મને આમ દૂર ધકેલી દીધો ? આખો દિવસ મારા કેવલજ્ઞાન માટે ઝરતો હતો એટલે આપને બીક પેઠી કે આપનું કેવલજ્ઞાન પડાવી લઇશ ? હું આપના ચરણ પકડી ખેંચી રાખીશ ? હું આપનો પાલવ પકડીને પાછળ પડીશ ? હું પોક મૂકી મૂકીને રડું...કદાચ મૂર્ણિત પણ થઇ જાઉં, પાગલ પણ થઇ જાઉં અને કદાચ હૃદયરોગના હુમલાનું નિશાન પણ બની જાઉં. પ્રભુની હયાતિ અને જીવંત સાંનિધ્ય મળવા છતાં ભલે હું કાંઇ ન પામ્યો. તેમના વિરહને તો એળે ન જ જવા દઉં. સાચુકલા ગૌતમની જેમ કેવલજ્ઞાનનાં અજવાળાં ન પથરાય, પણ સમ્યગદર્શનનાં અજવાળાં તો અચૂક પથરાય. કારણ કે પંચમકાળના જીવદળની આ જ વિશેષતા કે વિચિત્રતા છે કે, પૂજ્ય વડિલોની હયાતિમાં તેમનો ભરપૂર અનાદર કરે અને દિવંગત થાય ત્યારે પોક મૂકીને રડે, છાપામાં શ્રદ્ધાંજલિઓના ફોટા છપાવે, દિવાલના ફોટાને ભારેખમ ફુલના હાર ચડાવે, અને કરેલા અપમાનો અને અપરાધો માટે બાલદીઓ ભરીને આંસુ સારે ! પણ, આ આંસુ પણ તેના અવજ્ઞા અને અનાદરનાં ઘણાં પાપ ધોઇ નાંખે ! નિબંધ અહીં પૂરો થાય છે. આમાં કદાચ તરણતારણહાર પ્રભુ મહાવિરદેવ કે વિનયભંડાર પ્રભુ ગૌતમની લેશમાત્ર આશાતના થઇ હોય તો ક્ષમા યાચું છું. પ્રભુ ગૌતમના જીવન-પ્રસંગો તો આપણે જાણ્યા છે. તે તે પ્રસંગોમાં ગૌતમસ્વામીનો વિનય, તેમનું સમર્પણ, તેમની નિર્મળતમ પરિણતિ, ઉચ્ચ આધ્યાત્મિકતા, ઝળહળતું શ્રમણ્ય, નીતરતું વાત્સલ્ય, અખંડ અને પરિપૂર્ણ ગુર્વાજ્ઞાપાલન, અનુપમ નમ્રતા, નૈષ્ઠિક નિરભિમાનતા, શણગાર સ્વરૂપ સમતા, વિલસતું જ્ઞાનઐશ્વર્ય, વિસ્મયકારક ભૌતિક લબ્ધિઓ અને વિસ્મય-વિસ્મય કારક આંતર લબ્ધિઓ..આ બધાં ગુણરત્નોની જાજવલ્યમાન જ્યોતિને આપણે નિહાળી છે. ગૌતમનાં અચિજ્ય અને અનુપમ ગુણસામ્રાજ્યના સામે છેડે છે આપણી કંગાલી

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94