Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 89
________________ બાપના નામે અને દીકરાની ઇન્સક દીકરાના નામે જ જમા થાય અને જાહેર થાય. આ વ્યવસ્થાનો હું પૂરો ટેકેદાર. કારણ કે, આખરે મારું માનસ તો વીસમી સદીની ટ્રેડીશન્સથી જ ટેવાયેલું છે ને ! ગુરુના શિષ્યોનો આંકડો ૧૪ હજાર બોલે અને મારા શિષ્યોનો ૫૦ હજાર બોલે ! મહાવીરની આ કાઉન્ટીંગ સીસ્ટમ મને ગમે. આજે તો કેવું ચાલ્યું છે ! શિષ્યના શિષ્યો ગુરુના પ્રશિષ્ય તરીકે પાછા ગુરુના પરિવારમાં પણ ગણાય. એક જ આઇટેમની બબ્બે વાર એન્ટ્રી થોડી નંખાય ? અને, તેમ કરવામાં સમર્થ શિષ્યનું ઇન્ડીપેન્ડન્ટ સ્ટેટસ શું રહે ? કારણ કે, ગુરુની શિષ્યસંખ્યામાં શિષ્યના શિષ્યોની સંખ્યા ઉમેરાઇ જવાથી શિષ્ય ગુરુને તો ક્યારેય ઓવરટેક કરી જ ન શકે ! મહાવીરની ગણનાપદ્ધતિને હું Whole Heartedly appreciate કરું છું. પ્રભુ પાસે દીક્ષા લેવામાં સરવાળે તો ફાયદો જ થયો છે. બ્રાહ્મણ હતો ત્યારે ૫૦૦ ચેલા હતા, અત્યારે ૫૦ હજાર છે. જેમ આપણું પોતાનું ગૌરવ હોય છે તેમ સ્ટેટસનું પણ ગૌરવ હોય છે. આપણે પોતાનાં ગૌરવની ચિંતા કદાચ ન કરીએ પણ આપણાં પ્રથમ ગણધર તરીકેનાં સ્ટેટસનું ગૌરવ તો જાળવવું જ જોઇએ ને ! પ્રભુ મારી કે સ્ટેટસની ગૌરવહાનિ થાય તેવું કામ સોંપે ત્યારે ધર્મસંકટ જરૂર થાય. તે કાર્ય કરું તો સ્ટેટસની હાનિ થાય અને ન કરું તો આજ્ઞાભંગનો દોષ લાગે. હું બેમાંથી એકેય દોષ ન લાગવા દઉં. ચાલાક તો ખરો ને ! શતક શ્રાવકને તેની પત્નીને મિચ્છામિ દુક્કડે માંગવાનો સંદેશો પહોચાડવાનું કાર્ય પ્રભુ મને ભળાવે તો ના તો ન પડાય. પણ, તેવું નિમ્ન કક્ષાનું કામ મારા જેવા પ્રથમ ગણધર કરે તે સ્ટેટસને અનુરૂપ ન કહેવાય. આવા અવસરે હું ચાલાકી વાપરું. પ્રભુને તહત્તિ કહી દઉં અને મારા કોઇ નાના ચેલાને આ કામ ભળાવી દઉં અને તે કામ પૂરું કરીને આવે એટલે પ્રભુને જણાવી દઉં કે કામ થઇ ગયું છે. સાપ મરે નહિ ને લાકડી ભાંગે નહિ. જો કે, આમ કરવામાંય મારે લમણાઝીંક તો ઘણી જ કરવી પડે. મારા હજારો ચેલામાંથી હજુ કોને કેવલજ્ઞાન થવાનું બાકી છે તે મારે શોધવું પડે, કારણ કે, કેવલજ્ઞાની શિષ્યને તો કામ સોપાય નહિ. હાલિક જેવા ગમાર ખેડૂતને વ્યાખ્યાન સંભળાવવાનું ગુરુ કહે ત્યારે પણ – ૮૦

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94