Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 88
________________ બુઝવ્યો હશે ! માંડમાંડ તેને સીધો કર્યો અને સાધુ કર્યો, પણ..,ઘર ભેગો થઇ ગયો. પ્રભુને જઇને મોંઢામોંઢ થોડું કહેવાય કે, આ તમારા કારણે ગયો ! એકેય ચેલો તેમણે નથી કરી આપ્યો. ઉલ્ટું મારો ખુદનો પકાવેલો તેમનાં કારણે ઓછો થયો ! અને, પોતે સર્વજ્ઞ છે, જાણતા હતા આ ખોટો રૂપિયો છે, તો શું કામ મને ખોટો વ્યાયામ કરાવવો જોઇએ ? હું જલ્દી કેવલી ન થયો તેમાં જ ઘણી મુસીબતો થઇ. ૫૦ હજાર શિષ્યો કેવલજ્ઞાની હોય અને હું છદ્મસ્થ ! મારે કેટલું નીચાજોણું થાય ! પણ તેમનાં કારણે જ મારું કેવલજ્ઞાન અટકતું હતું. તેમના પરના રાગથી જ હું અટકેલો હતો. પણ, મારી પાસે છાતી કાઢીને ફરી શકું એવું પણ ક્યાં ઓછું છે ? જો હું ગૌતમ હોઉં અને મારી પાસે અઢળક લબ્ધિઓનો ખજાનો હોય તો હું તે લબ્ધિઓના પ્રયોગ માટે જાહેર શો યોજી બધાને આવર્જિત કરવાની લાલચ ન જ રોકી શકું. પ્રભુના અતિશયોથી બધા આકર્ષિત અને આવર્જિત થાય છે તેમ મારી લબ્ધિઓથી આકર્ષિત અને આવર્જિત થાય ! આવર્જિત થઇને આખરે તે બધા ધર્મ જ પામવાના છે ને ! અને, જે દિવસે સૂર્યકિરણોનાં આલંબનથી અષ્ટાપદ ચડવાની ચમત્કૃતિ સર્જવાનો અવસર હતો, ત્યારે જો ગૌતમના સ્થાને હું હોઉં તો પ્રેસ-રિપોર્ટર્સનો અને પ્રેસ-ફોટોગ્રાફર્સનો મોટો કાફલો સાથે લઇને જ જાઉં ! જો કે, તે વખતે આ બધું હતું નહિ પણ તેવા રાજા વગેરેના કાનમાં તો પહેલેથી ફૂંક મારી દઉં કે પ્રયોગ જોવો હોય તો રસાલો લઇને આવી જજો. અને, અંગૂઠા દ્વારા ક્ષીરપાત્રને અક્ષય બનાવ્યું તે ટાણે ગીનીસ બુક અને લીમ્કા બુકની ટીમને આમંત્રીત કરી ઉપસ્થિત રાખું ! મહાવીર દેવનાં વલણ પ્રત્યે મને ક્યાં થોડી પણ અરુચિ થાય તે મેં નિખાલસપણે દર્શાવી દીધું. તો તટસ્થપણે મહાવીર મને કેમ ગમે તેનાં કારણો પણ મારે દર્શાવી જ દેવા જોઇએ. મહાવીરદેવનું પ્રોપરાઇટરી રાઇટ્સ અંગેનું ધોરણ બિલકુલ લીગલ, જસ્ટીફાઇડ અને ઇમ્પાર્શીયલ લાગે ! બાપની ઇન્કમ ૭૯

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94