Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 86
________________ પ્રભુ શું જોઇને આ નામ બોલ્યા હશે ? ક્રમાંકમાં સહુથી પહેલો હું, કારણ કે પ્રથમ ગણધર છું. પર્યાયમાં સહુથી મોટો હું, કારણકે સહુથી પહેલી દીક્ષા મારી થઇ છે. જ્ઞાનની વાત કરીએ તો હું દ્વાદશાંગીનો સર્જક ચૌદ પૂર્વધર, ચાર જ્ઞાનનો ધણી.. દર્શનની વાત કરો તો પ્રભુ પર મને કેવો અટલ વિશ્વાસ ! વેદ અને વેદાંતોનાં થોથાં મૂકીને પ્રભુની શરણાગતિ સ્વીકારી છે ! ચારિત્રની તુલના કરવી છે ? મારી પારાવાર લબ્ધિઓ મારા મોહનીય આદિ કર્મોના અત્યંત ક્ષયોપશમના પ્રગટ પુરાવા જેવી છે. અને, મોહનીયનો આવો તીવ્ર ક્ષયોપશમ ઉત્કટ ચારિત્રનાં પાલન વગર થોડો થાય ? અને, ધન્નો તપસ્વી છે તો તમાચારમાં હું કમ છું ? તે છઠ્ઠનાં પારણે છઠ્ઠ કરે છે તો હું પણ છઠ્ઠનાં પારણે છઠ્ઠ કરું છું. તે પારણે આયંબિલ કરે છે અને હું એકાસણું કરું છું, એટલું તપની બાબતમાં તેનું પલ્લું થોડું ભારે ગણો. પણ બીજી બધી બાબતમાં મારાં પલ્લામાં વજન કેટલું બધું છે ! વર્યાચારની વાત કરતા હો તો, પ્રથમ ગણધર હોવા છતા રોજ ગોચરીએ જાઉં છું. બધી ક્રિયા અપ્રમતપણે કરું છું. શિષ્ય સંપદામાં તો અજોડ છું જ, even richer than the rich and greater than the great. વિનય એ સર્વગુણોનું મૂળ છે. પ્રભુ જ્યાં મોકલે ત્યાં તરત જાઉં છું. જે કહે તે કરું છું. વિનયી તરીકેની મારી ખૂબ ખ્યાતિ છે. મોટો ગુરુ હતો તેમાંથી અદનો શિષ્ય બની ગયો...મારો ત્યાગ કેટલો મહાન ! અને, મારી લબ્ધિઓ ! કોઇના પણ મોઢામાંથી અહો...અહો અને અ...ધ..ધ..ધ..ધ નીકળ્યા વગર ન રહે. જેને દીક્ષા આપું તેને કેવળજ્ઞાન સંપજે. આ મારી Exclusive ઓળખાણ !

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94