Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 85
________________ મિચ્છામિ દુક્કડનો આગ્રહ રાખે તો મોંઢા પર નારાજગી અને અરુચિના ભાવ લાવીને પ્રભુને કહુંઃ આપ બહું કહો છો તો એકવાર આનંદ શ્રાવકના ફોટા સામે માફી માંગી લઉં... અને, તે છતાં તેનાં ઘરે જઇને તેની સમક્ષ જ માફી માંગવાની પક્કડ પ્રભુ રાખે તો મારે Bold થઇને સ્પષ્ટ કહેવું પડે...એ મારાથી નહિ બને. તે તમારો પહેલો શ્રાવક છે તો હું તમારો પહેલો ગણધર છું. એકલા શ્રાવકનું તાણો તે ન ચાલે. પણ, પાછો મને પ્રભુ ઉપર રાગ તો ઘણો જ છે એટલે સાંજ પડે એકાંતમાં જઇને પ્રભુને મનાવું. પ્રભુ ! પ્લીઝ, ખોટું ન લગાડતા. આ તો જરા વ્યવહાર દૂષિત થતો હતો એટલા માટે આપને કહેવું પડ્યું. બાકી આપ તો મારા હૈયાના હાર છો, આંખોના તાર છો, જીવનના આધાર છો. આપની કૃપાદૃષ્ટિ જરાપણ ઘટાડતા નહિ. આપ નારાજ થાઓ તે મને ન પરવડે ! અને, આપ કહેતા હો તો આપની ક્ષમા માંગી લઉં, બસ? આપની ક્ષમા માંગવામાં મને જરાય વાંધો નથી. મિચ્છામિ દુક્કડ, બસ ? (પ્રભુની માફી માંગવામાં આપણે ક્યાં નાના બાપના થઇ જવાના હતા ?) પ્રભુ પર પ્રીતિ અપાર હોવા છતાં ડીફરન્સ ઓફ ઓપિનિઅન કે ટસલના પ્રસંગો સાવ ન જ બને, તેવું નક્કી ન કહી શકું. સભા વચ્ચે શ્રેણિક મહારાજા પ્રશ્ન પૂછે : પ્રભુ ! આપના ૧૪ સહસ અણગારમાં સૌથી વધુ ચડતે પરિણામ કોણ ? આ પ્રશ્નનો પ્રભુ કાંઇ પ્રત્યુત્તર આપે તે પહેલાં મારા મનમાં પ્રત્યુત્તર નક્કી થઇ જાય કે આનો જવાબ ગૌતમ સિવાય બીજો કોઇ જ ન હોઇ શકે. I am number one, second to none. અને પ્રભુનાં મુખે ધન્ના અણગારનું નામ નીકળે ત્યારે મારા કાનમાં ઉકળતું સીસું રેડાય, પેટમાં તેલ રેડાય અને મોટું કેસ્ટર ઓઇલ પીધા જેવું થઇ જાય. પણ ભરસભામાં પ્રભુના વિરોધમાં નહિ પડવાની સભ્યતા અને સંયમ તો કદાચ હું જાળવી શકું. કારણકે, તેમાં બુદ્ધિમત્તા પણ કહેવાય. જાહેરમાં વિરોધ કરું તો પહેલા નંબર તરીકે જાહેરમાં જ અયોગ્ય જાહેર થઇ જાઉં. પણ તે વખતે મારા મનમાં વિકલ્પોની મોટી આંધી સર્જાય જ. તે આંધીનો લાઇવ ફોટોગ્રાફ આવો હોયઃ

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94