Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 84
________________ બીજાના પ્રશ્નો પૂછવાની ફુરસદ મને ક્યાંથી મળે ? અને, એક વાત નિખાલસપણે જણાવી દઉં. મારા અવધિજ્ઞાન અને મનઃ પર્યવજ્ઞાનનો પરદોષદર્શન માટે કે તુચ્છ કૌતુકો સંતોષવા માટે હું ઉપયોગ ન જ કરું તેવી બાંહેધરી અત્યારે હું ન આપી શકે. આવી માહીતિ હાથવગી હોય, તો અવસરે ચોપડાવી શકાય ને ! વળી, મારા જ્ઞાનનો ઉપયોગ મૂકવાની બાબતમાં હું કંજૂસ ન હોવાના કારણે આનંદ શ્રાવક સામે ખોટા પડવાનો મને સવાલ જ ન આવે. અને, સમજો કે મેં આનંદ શ્રાવકને ખોટા કહી દીધા...અને, મને તો મારામાં પૂરો કોન્ફીડન્સ ' હોય જ, તેથી પ્રભુ પાસે જઇ Approval લેવાની શી જરૂર હોય? અને, સમજો કે બેમાંથી કોણ પ્રાયશ્ચિતનો અધિકારી તે નક્કી કરવું જરૂરી બન્યું અને તે માટે પ્રભુને પૂછું અને પ્રભુ મને દોષિત કહે તો મારે પ્રાયશ્ચિત્ત લેવું જ પડે. પણ પ્રભુને કહી દઉં હું ખોટો છું તે વાત આપણે બે જ જાણીએ...જે પ્રાયશ્ચિત્ત આપવું હોય તે મને આપી દો. અને, જો ગુરુદેવ આનંદ શ્રાવકનાં ઘરે જઇને તેનું મિચ્છામિ દુક્કડ માંગવાની વાત કરે તો મારે ગુરુદેવને નમ્રતાપૂર્વક વ્યવહારશુદ્ધિનો વિવેક શીખવવો પડે. ગુરુદેવ, આ સારું ન લાગે. આપનો પ્રથમ ગણધર એક શ્રાવકના ઘરે તેનું મિચ્છામિ દુક્કડે માંગવા જાય તેમાં તેની નહિ, આપતી ઇજ્જત જાય ! સાધુપણાની લઘુતા થાય ! મેં દ્વાદશાંગી રચી હોય અને એક શ્રાવક આગળ તત્ત્વની બાબતમાં હું ખોટો પુરવાર થાઉં તો આપનાં શાસનની દ્વાદશાંગીમાં લોકોને વિશ્વાસ કેવી રીતે બેસે ? અને હવે બીજી વાર આવી પ્રરૂપણા નહિ કરું તેની આપને ખાત્રી આપું. પણ આપ આ ઘરે મિચ્છામિ દુક્કડે માંગવા જવાનો દુરાગ્રહ ન રાખો. કદાચ એકવાર આપના દબાણને વશ થઇને શ્રાવકની માફી માંગી પણ લઉં. પણ પછી શ્રાવકો વંઠી જાય, માથે ચડી બેસે. નાની નાની વાતમાં સાધુ પાસે માફી મંગાવતા થઇ જાય ! આવું બધું ઉટપટાંગ સમજાવવાથી લગભગ તો માની જાય ! તે છતાં

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94