Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 80
________________ વાઇ જાય ! કૂતરાને લાઠી મારવાનું મન થાય અને તરત કૂતરાની જગ્યાએ પોતાની જાતને મૂકી દે તો લાઠી ક્યાંથી મારી શકે ? દયાની લાગણી સ્વયં સ્કુરાયમાન થાય તેવું જ કોઇની ઉપર ક્રોધ કરતી વખતે વિચારે તો ક્ષમા અને કોઇને છેતરવાનો વિચાર આવે ત્યારે વિચારે તો પ્રામાણિકતા સહજ આચરાઇ જાય. બીજાને માપવા માટેની આ સરસ અને સચોટ ફૂટપટ્ટી છે. જો હું તે હોઉં તો ! ગૌતમસ્વામીની ઉંચાઇ માપવા માટે મેં આજે આ પ્રયોગ કર્યો. ગૌતમનાં જીવનમાં જે જે પ્રસંગો બન્યા છે તે દરેક પ્રસંગે તેમનાં સ્થાને હું હોઉં તો શું કરું ? તે પ્રસંગોમાં મારું આચરણ અને વલણ કેવું હોય અને ગૌતમસ્વામીનું આચરણ કે વલણ કેવું હતું ! આવું વિચારવાથી ફાયદો એ થયો કે ગૌતમને માપવા જતાં હું પણ મપાઇ ગયો. વળી, તેમની અને મારી વચ્ચેનાં ડીસ્ટન્સનો પણ કાંઇક તાગ આવ્યો. ક્યાં આપણી તુચ્છ મનોવૃત્તિ અને ક્યાં ગૌતમની નિર્મલતમાં અને અત્યંત ઉમદા ચિત્તવૃત્તિ ! તો હવે નિબંધ શરૂ થાય છે. નિબંધનો વિષય છે. જો હું ગૌતમ હોઉં r! If I were the Gautam. હું ૧૪ વિદ્યાનો પારગામી પંડિત શિરોમણિ બ્રાહ્મણ ઇન્દ્રભૂતિ ! ૫૦ વર્ષના મારા જીવનકાળમાં હું કોઇ નવો ઇન્દ્રભૂતિ નથી. જે ઇન્દ્રભૂતિએ કર્યું તે જ . હું કરું. વાહવાહના અને જયજયારવના કર્ણપ્રિય નાદોને બસ રાતદિન ઝીલ્યા કરું પાળેલા પોપટ જેવા શિષ્યો દ્વારા ઉચ્ચારાતી બિરુદાવલીઓ કાન માંડીને સાંભળ્યા કરું અને ફૂલીને ફાળકો થયા કરું. માનપાનની મનભાવન સૃષ્ટિમાં સદા ખેલ્યા કરું. મારી જાતને અજેય વાદી અને સર્વજ્ઞાની માન્યા કરું અને તે અફવાને ચારે કોર ફેલાવ્યા કરું. મારા મનમાં પડેલા આત્મવિષયક સંશયને હું પણ ન જાણી જાઉં તે રીતે સર્વજ્ઞતાના ભ્રમની કોથળીમાં સંતાડીને રાખું. બીજાની પ્રસિદ્ધિ સાંભળીને બળી મરું. બીજા ટપકી પડેલા સર્વજ્ઞને હરગીજ બરદાસ્ત ન કરું. હલ્લો લઇને જાઉં. પ્રશ્નો અને દલીલોનો ધારદાર હુમલો કરવા શસ્ત્રો સજાવીને જાઉં ! ચપટીમાં હરાવીને આવું છું એવા ફાંકા મારતો

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94