Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 81
________________ મારતો જાઉં. તેની તરફ આકર્ષિત થયેલા દેવોને પણ ડફોળ ગણું. આમ તો તે આવી પડેલા સર્વજ્ઞનો ઠઠારો જોઇને મારે મૂઢ ન બનવું જોઇએ પણ આવું અનંત ઐશ્વર્ય અને આવા અનુપમ દેદાર જોઇને ઇન્દ્રભૂતિની જેમ હું પણ ઘવાઇ જ જાઉં. અને નામ દઇને મને બોલાવે ત્યારે અહંકારનો છેલ્લો (પણ, જો કે મારા માટે તે છેલ્લો ન પણ હોય) એટેક મને પણ આવે છે, કારણ કે હું ગર્વિષ્ઠ ઇન્દ્રભૂતિ છું. પણ, છેક અંદરના સાતમાં પડમાં સંતાડેલો સંશય તે કહી દે ત્યારે ઇન્દ્રભૂતિ ક્લીન-બોલ થઇ ગયા પણ ઇન્દ્રભૂતિ તરીકે હું શું કરું તે મને ખબર નથી ! સંશયનું સમાધાન લઇને રવાના થઇ જાઉં ! અને કદાચ મારા વેદશાસ્ત્રોને ખરા સાચા માની વળગી પણ રહું ! પણ, સમજો કે, ઇન્દ્રભૂતિએ કર્યું તે જ હું કરું. તો હવે, પ્રભુ વીર મારા ગુરુ અને હું તેમનો પ્રથમ શિષ્ય! અત્યાર સુધી તો ઇન્દ્રભૂતિએ કર્યું તેવું જ લગભગ હું કરું-પણ, હું શિષ્ય ગૌતમ હોઉં તો શું કરું તે જાણવું છે ? ગૌતમે જે કર્યું તે ગૌતમ તરીકે હું ન કરી શકે અને ગૌતમ તરીકે હું કરું તે સાચુકલા ગૌતમ ન કરી શકે. કારણ કે પ્રભુવીરના શિષ્ય બન્યા પછી ગૌતમનું પોત બદલાઇ ગયું, મારે તો મારું ઓરિજિનલ પોત નજર સામે રાખીને જ આ નિબંધ લખવાનો છે. સૌથી પહેલા તો હું મારા ૫૦૦ ચેલાને સંભાળી લઉં...એકેય આવો પાછો ન થઇ જાય ! તેમની દીક્ષાનો વિધિ થાય ત્યારે નામકરણ-દિગુ બંધનના વિધિ વખતે વિશેષ સાવધ રહું ! હું મહાવીરનો પણ આ બધા તો મારા ! પેલી જુની બિરુદાવલીઓ પોકારવા તેમને મનાઇ કરી દઉં પણ નવી અવસ્થાના નવા પોપટપાઠ ગોખાવી દઉં. પણ સાથે વિવેક પણ શીખવાડું કે ગુરુની હાજરીમાં આ ગાણાં નહિ ગાવાનાં. અને, સાચું કહું ? જીવન મહાવીરને સોપું પણ મનના ચેક ઉપર સહી કરતાં મારા હાથ તો ન જ ઉપડે. હવે તો યજ્ઞ-યાગ બંધ કરી દીધા, મનની આહુતિ આપવાની વાત શેની કરવાની ? મારો વિકાસ અને મારું ઘડતર તો મારી ઇચ્છા, રુચિ, માનસિક બંધારણ, વલણ વગેરેને અનુલક્ષીને જ થવા જોઇએ. બીજો - ૭૨

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94