Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 77
________________ ત્રાસવાદ ફેલાવ્યો છે. આવા વિષમ અને વિકટ કાળમાં હવે ઝંખના છે અકસીર સર્વાષધિની. કોઇ જડીબુટ્ટીની શોધમાં નજર સહુની ભમે છે. ગૌતમ નામ આવી અક્સીર જડીબુટ્ટી છે. સમાધિરસનો અમૃતકુંભ છે આ નામ. પુણ્યોદયની ટ્યુબલાઇટને ચાલુ કરવાનું બટન છે આ નામ. ચાલો, આ નામ-મંત્રની રટણા કરીએ. આ નામમંત્રના સાધક બનીએ. ઉછળતા અહોભાવ સાથે ગૌતમના નામમંત્રનો જાપ કરીએ. ગૌતમ નામની ટણા જરૂર આપણા અંતરાયોનાં જાળાંનું છેદન કરશે, મોહનીયનું કાસળ કાઢશે અને જ્ઞાનાવરણીયનાં વાદળોને વિદારશે. ગુણલયોપશમનું અવમ્ભ સાધન છે-ગૌતમ રટણા. ચાલો, મહાપ્રભાવી આ મંત્રનાં શરણે જઇએ. મંત્રઃ ૩ૐ હ્રીં શ્રીં અરિહંત ઉવજ્જાય શ્રી ગૌતમસ્વામિને નમઃ |

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94