Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 76
________________ અક્ષરનો શબ્દ છે ગૌતમ. કહે છે કે, ગૌતમ નિર્વાણ પામ્યા ત્યારે સર્વ લબ્ધિઓ નિરાધાર બની. આ લબ્ધિનામક ભ્રમરો ચારે બાજુ આશ્રય શોધવા ભમી રહ્યા હતા અને એક મઘમઘાયમાન સુવાસિત દિવ્ય કુસુમ નજરે ચડ્યું. તે બધા લબ્ધિ-ભ્રમર આ કુસુમને ચોંટી પડ્યા. આ દિવ્ય કુસુમ એટલે ગોતમ નામ. રાત્રે સંથારા પોરિસિનો વિધિ ભાતી વખતે મહામુનિઓનું સ્મરણ કરીએ, ત્યારે તેમાં પણ સર્વ મહામુનિઓનું પ્રતિનિધિત્વ સંભાળે ગૌતમ. ગૌતમ નામ મંગલોનું પણ મંગલ છે. અલૌકિક મંગલ છે. ગોતમનું નામ બોલો અને અપમંગલોનાં ટોળાં ટકે શાના ? અઢળક અપમંગલોથી આપણે ઘેરાયેલા છીએ. એક ઉપાધિને હાંકી કાઢીએ ત્યાં તો બીજી સત્તર ઉપાધિ આપણી ઉપર આક્રમણ કરે છે. ત્રણ સાંધતા તેર તૂટે તેવી બદતર આપણી હાલત છે. કાળ પ્રતિકૂળ છે, ભવિતવ્યતા વિપરિત હોય તેવું ભાસે છે, કર્મો વાંકા પડે છે અને પુરુષાર્થ પાંગળો છે. તેથી અપમંગલોની એડી નીચે આપણે કચડાઇ મરીએ છીએ. અને, વધારે કરુણાપાત્ર આપણે એટલા માટે છીએ કે મહાવીર અને ગૌતમ જેવા મંગલકારી નામો આપણી પાસે છે છતાં આપણે પરેશાન થઇએ છીએ. બધાય સમવાયો-પાંચેય કારણો ઉપર આધિપત્ય છે આ પવિત્રતમ નામ નિક્ષેપનું. ગૌતમ નામના પ્રભાવનું મૂળ ‘નમો’ માં પડેલું છે. નમોની સાધનામાંથી લબ્ધિવંત ગોતમનો પ્રાદુર્ભાવ થયો છે. ‘નમો’ની ઉપાસનાનું પ્રકષબિન્દુ એટલે પ્રભુ ગૌતમ. તે એવા નમોમય બની ગયા કે ‘નમો’ નામક મૂળમાં દટાયેલી અનંત લબ્ધિઓ તેમને વળગી પડી. આજે કાળ અતિ વિષમ છે. અશાન્તિ અને અસમાધિના વાદળ સતત જીવનનાં ગગનમાં ઘેરાયેલા રહે છે. અસલામતિ સિવાય કાંઇ જ સલામત દેખાતું નથી. ચારે બાજુ અશુભનું વર્ચસ્વ વરતાય છે. શુભ પરિબળો દુર્લભ અને દુર્ગમ બન્યા છે. અંતરાયોનાં જાળાંએ જાણે બધાને બાંધી લીધા છે ! મોહનીયની છાવણીઓ અને તાબૂતોની વચ્ચે આપણું અસ્તિત્વ છે. પ્રબળ મોહ-પરિણતિએ જીવોની ગળચી દબાવી છે. ચિંતાઓ, ટેન્સનો અને મૂંઝવણોનાં વજનદાર પોટલાં માથા ઉપર ઊચકીને માણસ ફરે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિની ત્રિપુટીએ 63

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94