Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 75
________________ નામમાત્રથી કામ થઇ જાય છે. ગૌતમનું નામ સ્મરીને મુનિ ભિક્ષાએ નીકળે ત્યારે ઇષ્ટ દ્રવ્યોથી તેનાં પાતરા ભરાઇ જાય છે. ગૌતમ નામ એક એવી કુંચી છે જે લાભાન્તરાયના ક્ષયોપશમનાં તાળાં રમતવાતમાં ખોલી નાંખે છે. દરિદ્રનાં દારિદ્રયને ચૂરી નાખવું એટલે ગૌતમ નામના દસ્તા માટે રમતવાત ! ધરતીમાં ઊંડે દટાયેલા નિધાનો આ નામના પ્રભાવથી ઉપર ખેંચાઈ આવે છે. જડને પ્રાજ્ઞ બના, નિર્ધનનાં આંગણે નિધાન પ્રગટાવે, બુદ્ધને બુધ બનાવે અને ડફોળને ડાહ્યો બનાવે, તેવો અજબગજબનો જાદુ આ નામમાં ભર્યો છે. લોઢું સોનું થાય તે પ્રભાવ તો પારસમણિમાં પણ જોવા મળે. વિષ અમૃત , થઇ જાય અને સાપ સંત બની જાય તેવી ચમત્કૃતિઓ સર્જી દે તેવો પ્રભાવવંતો છે આ નામનિક્ષેપો. પેટ સાફ આવે કે ચાર કલાક કતારમાં ટીચાયા પછી ટ્રેનનું રીઝર્વેશન મળે તોય મૂછ મરડવા માંડીએ તેવા માનકષાયના તકલાદી રમકડાં આપણે ! તકલાદી એટલા માટે કે બીજા દિવસે ઝાડો કઠણ આવે કે બીજા વખતે ટિકેટ વેઇટીંગમાં મળે તો હાથનો સ્પર્શ પામેલા લજામણીના છોડની જેમ આપણે ચીમળાઇ જઇએ છીએ. અહંકાર-વિસર્જનની સાધનાનું અમોઘ ઉપાસ્ય તત્ત્વ એટલે ગૌતમ નામ. તમે દ્ર પ્રણિધાન પૂર્વક તે નામની રટણ કરો, વિનમ્રતાનો રંગ તમને લાગે જ ! વિનયગુણના સાધકો માટે સમર્થ ત્રિવર્ણી મંત્ર-ગૌતમ. કર્મોને તોડવા તો હજુ સહેલા, કષાયના કાળમીંઢને તોડવા તોતિંગ હથોડા જોઇએ. આવો એક તોતિંગ હથોડો એટલે ગૌતમ નામ. ગૌતમસ્વામી ભલે નિર્વાણ પામી ચૂક્યા, તેમનો નામ-નિક્ષેપ વિદ્યમાન છે એટલે સાક્ષાત ગૌતમ હાજરાહજૂર છે. આપણે તે નામગૌતમને હૃદયના કળશામાં ભરી લઇએ અને હોઠનાં નાળચામાંથી તેને ખળખળ વહેવા દઇએ. આપણા તમામ આધ્યાત્મિક ઇષ્ટોને આ મેગ્નિફિશન્ટ મેગ્નેટ દ્વારા ખેંચી લઇએ. ગૌતમ નામમાં આ પ્રભાવ ક્યાંથી પૂરાયો? ગૌતમ નામ પ્રભાવવંતુ કેમ બન્યું ? બને જ ને ! જે નામ સહુથી વધુ વાર પ્રભુવીરના હોઠે રમ્યું, તે નામ પ્રભાવવંતુ બને જ ને ! પ્રભુ વીરનાં હૈયે રમેલું અને હોઠે ચડેલું પાવન આ નામ છે ! જે શબ્દ પ્રભુના હોઠે ચડતા તમને સહુથી વધુ રોમહર્ષ થતો હતો તે ત્રણ

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94