Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 46
________________ સાધર્મિક ભક્તિ ગૌતમસ્વામીની સાધર્મિક ભક્તિ આગળ તો પાણી જ ભરે. ગૌતમે ૫૦ હજાર સાધર્મિકોને પોતાનાથી અધિક શ્રીમંત બનાવ્યા. ગૌતમસ્વામીના કૈવલ્યસિદ્ધ હસ્તે જેને દીક્ષા મળે તે ખ્યાલ થઇ જાય ! આવા કેવલ્યદાનેશ્વરી કદાચ ઘણાં કાળખંડોમાં પણ પાક્યા નહિ હોય ! હાથમાં ગૌતમદત્ત રજોહરણ આવતા જ આત્માની મોહપરિણતિ ઉપર કેવા ઘા પડતા હશે ! આપકને અણહંત ગૌતમ દીજે દાન ઇમ-એ ગૌતમના દાનની ખસિયત હતી. દાનનો આ પ્રકર્ષ હતો. તેથી જ ગોયમપદ એ દાનપદનો પર્યાય બની રહ્યો. વીસ સ્થાનક તપના આરાધકો પંદરમાં દાનપદમાં ગોયમપદની આરાધના કરે છે, અન્ય સર્વપદની આરાધના ઉપવાસ તપથી થાય પણ ગૌતમપદની આરાધના કરે તપથી ! કારણ કે ગૌતમસ્વામી હંમેશા છઠ્ઠનાં પારણે છä કરતા. ગોતમના હાથ કેવલજ્ઞાન સસ્તું, પણ ગૌતમપદની આરાધના મોંઘી ! વંથલીના સવચંદ શેઠે અમદાવાદના સોમચંદ શેઠ ઉપર હૂંડી લખી આપી અને સંવચંદ શેઠનું ચોપડામાં ખાતું ન હોવા છતાં સોમચંદ શેઠે હૂંડી સ્વીકારી લીધી ! સોમચંદ શેઠના ચોપડામાં ખાતું ભલે નહોતું પણ તેમની તિજોરીમાં નાણું તો હતું જ. પણ, આ ગૌતમસ્વામી તો ખરા દાનેશ્વરી નીકળ્યા. પોતાની તિજોરીમાં નાણું ન હોવા છતાં ૫૦ હજાર મુનિઓની કેવલજ્ઞાનની હૂંડી સ્વીકારી લીધી ! એક પ્રગટેલા દીવામાંથી હજારો દીવા પ્રગટી શકે. પરંતુ આ તો નહીં પ્રગટેલા દીવામાંથી ૫૦ હજાર દીવા પ્રગટયા ! દીપસે દીપ જલે તેનું નામ દીપદીક્ષા. પારસમણિના સ્પર્શથી લોહખંડ સુવર્ણ બને તેનું નામ સુવર્ણદીક્ષા. ગૌતમનું કેવલ્યદાન સુવર્ણદીક્ષાની નાતનું હતું. એટલે, પ્રભુનું નિર્વાણ થયું ત્યાં સુધીના કાલખંડની અપેક્ષાએ આપણે ગૌતમ પ્રભુને પારસમણિ ગોત્રના ગણી શકીએ. પારસમણિ લોઢાને સોનું બનાવે, ગૌતમસ્વામી શ્રમણને સર્વજ્ઞ બનાવતા હતા. સુવર્ણ કરતાં પારસમણિ ખૂબ દુર્લભ છે અને અતિ કિંમતી છે તે પણ નોંધવું ઘટે. પારસમણિના સામે છેડે છે-બલ્બ. પારસમણિ બીજાને સુવર્ણદીપ્તિ પ્રદાન

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94