________________
કરે, પણ પોતાની પાસે સુવર્ણદીપ્તિ નથી. જ્યારે, બલ્બ સ્વયં પ્રકાશિત છે પણ મીણબત્તીની જેમ બીજા બંધ બલ્બને તે પ્રકાશિત કરી ન શકે. મૂક કેવલીને આવા બલ્બ સાથે સરખાવી શકાય.
ગૌતમપ્રભુને ઉપાલંભ આપવાનું મન થાય. પ્રભુ ! ૫૦ હજારને રમત વાતમાં કેવલજ્ઞાન આપ્યું, આપનાથી કેવલજ્ઞાન દૂર શાનું હોય ? આપ જ કેવલજ્ઞાનને આવવા નહોતા દેતા ! મૂળ તો ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ ખરા ને આપ ! પ્રભુના શિષ્યો ૧૪ હજાર અને મારા ૫૦ હજાર ! અને, મારા પચાસે પચાસ હજાર કેવલજ્ઞાની અને ભગવાનનો તો પહેલો શિષ્ય પણ છદ્મસ્થ ! આવો ચાંદ લેવા તો કેવલજ્ઞાનને આદું નહોતું રાખ્યું ને ?
ન
પણ, ના-વિનયમૂર્તિ પ્રભુ ગૌતમ માટે આવી હીન ઉત્પ્રેક્ષા શા માટે ક૨વી ? ઉત્પ્રેક્ષા જ કરવી છે તો ઊંચી કેમ ન કરવી ! ગૌતમ પ્રભુએ કેવલજ્ઞાનને થોભી જવા કહ્યું. કારણ કે તેમનો મુદ્રાલેખ હતો-જે જાણું તે પ્રભુનાં મુખેથી જ જાણું. જરાક જિજ્ઞાસા થાય કે તરત બાળકની જેમ પ્રભુને પૂછી લેતા. મારા ભગવાન જણાવનાર બેઠા છે અને હું મારી જાતે જાણી લઉં તે તો પ્રભુનો અવિનય કહેવાય ! આ અવિનય કેમ આચરાય ? એટલે તો અવધિ અને મન:પર્યવનો ઉપયોગ પણ પ્રાયઃ ક્યારેય ન મૂક્યો ! પણ, આ કેવલજ્ઞાન એવું કે વગર ઉપયોગે તેમાં બધું પ્રત્યક્ષ જણાય. ગૌતમના વિનયને જાણે આમાં આંચ આવતી હતી. તેથી ૫૦ હજારને કૈવલ્ય આપનારા ગૌતમે જાણે સ્વયં કેવલજ્ઞાનને થોભી જવા કહ્યું. અને, જેવા પ્રભુ નિર્વાણ પામ્યા કે તરત કેવલજ્ઞાનને ભેટી પડ્યા. કેવલજ્ઞાન તો તેમની આસપાસ આંટા જ મારતું હતું. દરવાજો ખોલે ત્યારે પ્રવેશ કરે ને ! પ્રભુની વિદાયથી નોંધારા બનેલા ગૌતમે કેવલજ્ઞાન માટે દરવાજો ખોલી નાંખ્યો ! વળી, કેવલજ્ઞાની કલ્પાતીત હોય. તેથી જો કેવલજ્ઞાન થઇ જાય તો પ્રભુને વંદન કરવાના ન રહે. જાણે વંદનના ભોગે તેમને કેવલજ્ઞાન અમંજૂર હતું ! કેટકેટલી ઉત્પ્રેક્ષાઓ ગૌતમસ્વામી માટે થઇ શકે ! ગૌતમસ્વામીને કેવલજ્ઞાન મોડું મળ્યું તે વાત સાચી પણ વારસાનું કેવલજ્ઞાન મળ્યું. પ્રભુનાં નિર્વાણ બાદ તરત
૩૮