Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 50
________________ ત્યારે પોતાની આ લાઇટો ચાલુ ન કરે. પરંતુ, ઉપરવાળા એક સગૃહસ્થનાં ઘરમાં આવતા સૂર્યના ઓરિજિનલ પ્રકાશમાં જ વાંચન આદિ પ્રવૃત્તિ કરે ! પોતાની ટ્યુબ લાઇટ કે બલ્બ ચાલુ કરે તો વાંચી શકાય તે છતાં ઉપરવાળાની સન-લાઇટનો જ તે ઉપયોગ કરે ! ગૌતમ પ્રભુએ પણ શું કર્યું? પેલા મુરબ્બીને તો કદાચ લાઇટનું બીલ બચાવવાનો આશય પણ હોઇ શકે. ગૌતમસ્વામીને શું હતું? - ગૌતમપ્રભુ ! અમે અમારી ઉપધિનું, એક-એક ઉપકરણનું રોજ બે વાર પડિલેહણ કરીએ છીએ. અને, જેનો ચાલુમાં બિલકુલ ઉપયોગ નથી તેવા વધારાના વીંટીયામાં રાખેલા વસ્ત્રોનું પણ ૧૫ દિવસે એક વાર તો પડિલેહણ કરીએ છીએ. આપે આપનાં અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનનું આખી જિંદગીમાં એકેયવાર પડિલેહણ કર્યું હતું કે નહિ ? એક બાબાને તેની મમ્મીએ ચીકુ અને સફરજન આપ્યા. પણ તેણે કેરીની જીદ કરી. કેરી ન મળવાથી રીસાઇ ગયેલા આ બાબાએ ચીકુ અને સફરજન પણ ન ખાધા. મૂકી રાખ્યા. હે ગૌતમ પ્રભુ આપે અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનનો બિલકુલ ઉપયોગ ન મૂક્યો તે પેલા બાબાની જેમ કેવલજ્ઞાન ન મળવાના કારણે કરેલા રીસામણાં તો નહોતા ને ! પાંગરેલી અદ્ભુત લબ્ધિઓ અને પ્રગટેલા વિશિષ્ટ જ્ઞાનનો પણ ઉપયોગ નહિ કરવાનો ગૌતમસ્વામીનો આ પ્રદર્શનસંયમ નિહાળી મસ્તક ગૌતમનાં ચરણોમાં શતશતવાર ઝૂકી જાય છે. મળેલી શ્રીમંતાઇ દેખાડ્યા વગર શે રહેવાય? કેવલજ્ઞાન ભલે નથી, પણ જે છે તે ક્યાં થોડું છે ? અબજપતિ થઇશું ત્યારે મર્સિડીઝમાં ફરશું, પણ હાલ કરોડપતિ છીએ તો સોનાટામાં તો ફરીએ. આવું કોને ન થાય? એક નવી મોડેલનું ઘડિયાલ ખરીદી લાવે તો કાયમ ફુલ સ્લીવનું શર્ટ પહેરનારો સ્પેશ્યલ નવું હાફ-સ્લીવનું શર્ટ સીવડાવે, જેથી ઘડિયાલ બીજાની નજરે ચડે ! ઘડિયાલને સમય દેખાડવામાં રસ છે પણ ઘડિયાલ પહેરનારને તો ઘડિયાલ દેખાડવામાં જ રસ હોય છે ! રૂ૫, બુદ્ધિ, બળ, હોંશિયારી, સત્તા કે શ્રીમંતાઇ-પુણ્યના ઉદયની આવી કોઇ પણ બાબતની જાહોજલાલી મળે, આપણે - ૪૧

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94