Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 61
________________ મહાશુક્ર નામનાં વિમાનથી આવેલા બે દેવોએ પ્રભુને પ્રશ્ન પૂછ્યો : આપના કેટલા શિષ્યો મોક્ષમાં જશે ? પ્રભુનો જવાબ હતોઃ ૭૦૦. ગૌતમસ્વામીને દેવોની આ પૃચ્છાનો ખ્યાલ આવતા તરત પ્રભુ પાસે પહોંચી ગયા. પ્રભુની આજ્ઞા લઇને ગૌતમે દેવો પાસેથી પ્રભુએ આપેલા જવાબની વાત જાણી. ૭૦૦ મુનિઓના મોક્ષની વાત જાણીને ગૌતમ કેવા પુલકિત બન્યા હશે ! જમાલિએ પ્રભુના સિદ્ધાન્તનો અપલાપ કર્યો. પ્રભુના પરમ ચરણોપાસક ગૌતમસ્વામી પ્રભુની આ હીલના કેમ બરદાસ્ત કરે ? તેમણે જમાલિને લોક સંબંધી કેટલાક પ્રશ્નો પૂછી તેનો પરાભવ કર્યો. પણ તે જમાલિ જ્યારે કાળધર્મ પામ્યો ત્યારે આ જ ગૌતમ પ્રભુ વાર પાસે જઇને પૂછે છેઃ ભગવન્! માલિ ક્યાં ઉત્પન્ન થયો ? “કિલ્બિષિક દેવ થયો''. પ્રભુ ! તે કિલ્બિષિક હવે ત્યાંથી આવીને ક્યાં જશે ? ગૌતમતિર્યંચ, મનુષ્ય અને દેવના ચાર-પાંચ ભવો કરી તે સિદ્ધ થશે. જમાલિ અને ગોશાળા જેવા ગુરુ દ્રોહીઓની પણ મોક્ષપર્યન્તની ભવયાત્રા જાણવા ગૌતમ જિજ્ઞાસુ બને છે. ગૌતમને બસ બધાના કેવલજ્ઞાન અને મોક્ષમાં જ રસ છે. ધન્ના અણગારની ભવયાત્રાનો અંત જાણવા પણ તે એટલા જ આતુર છે. મૃગાપુત્રની વેદના જોઇને ગૌતમને પ્રશ્ન ફુરે છે. પ્રભુ ! મૃગાપુત્રને આવા દુ:ખો કેમ આવી પડ્યા? અરે ! રાજગૃહ નગરના ઉદાયી અને ભૂતાનંદ નામના બે હાથીને માટે પણ ગૌતમને પ્રશ્ન હુરે છે. “ભગવન્! આ હાથી મરીને ક્યાં જશે ? “તે નરકમાં ઉત્પન્ન થશે.” “ભગવનું ! નરકમાંથી તે ક્યાં જશે ?' “ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇને તે મોલમાં જશે.” ગૌતમને મનગમનો જવાબ મળી ગયો.

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94