Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 70
________________ શકાય તેવા બે રેખાંકનો. ઊર્ધ્વજાનુ અને અધોસિર. ગૌતમ બે જાનુ ઊંચા રાખીને ઉભડક પગે બેસે છે પણ મસ્તક તો તેમનું નીચે નમેલું છે. નતમસ્તક ગૌતમ એટલે વિનયવંત ગૌતમ. ચાલે ત્યારે નતમસ્તક હોય તેથી સુંદ૨ ઇર્યાસમિતિ પળાય. ઊભા રહેતા કે બેસતા નતમસ્તક હોય તેથી સારો વિનય પળાય. પણ ગૌતમ ક્યાં છે એટલે ખોવાયેલું વ્યક્તિત્વ ! અનુસંધાન સાધી રહેલો છે ! ? તે તો ખોવાઇ ગયા છે ધ્યાનના કોઠારમાં. ગૌતમ તેમનો ઉપયોગ તો સતત ભીતરની દુનિયા સાથે સંયમ અને તપ આવા ગુણગરિમ ગૌતમ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિહરે છે. આ વર્ણન વાંચતા સંગ્રામભૂમિમાં શત્રુ સામે લડી રહેલો યોદ્ધો નજર સામે તરવરે છે. સંગ્રામ કર્મ સામે છે. યોદ્ધા પાસે એક હાથમાં તલવાર હોય, બીજા હાથમાં ઢાલ. તલવાર પ્રહાર કરવા અને ઢાલ પ્રહારથી બચવા માટે છે. લડાઇની બે નીતિ હોય છે ૧) આક્રમક નીતિ (Offensive Policy) ૨) સંરક્ષણાત્મક નીતિ (Defensive Policy). તલવાર આક્રમણ માટે છે, ઢાલ સંરક્ષણ માટે. કર્મ સામેના સંગ્રામમાં શૂરવીર યોદ્ધા પ્રભુ ગૌતમ તપની તલવાર અને સંયમની ઢાલ લઇને રણવીર બન્યા છે. કર્મનો ક્ષય કરવો તે કર્મ પરનું આક્રમણ છે. કર્મના બંધથી બચવું તે સંરક્ષણ છે. નિર્જરા એટલે આક્રમણ અને સંવર એટલે સંરક્ષણ. નિર્જરા તપથી થાય અને સંવર સંયમથી થાય. ગોતમ પાસે બંન્ને છેઃ સંજમેણ તવસા અપ્પાણં ભાવેમાણે વિહ૨ઇ. કોઇ ભોજન કરે પણ પચાવે નહિ તો તે ભોજનનો અર્થ શું ? સંયમ અને તપની ચર્યા તે ભોજન છે અને તે બન્નેની પરિણતિથી આત્માને ભાવિત કરવો તે પાચન છે. ગૌતમ સંયમ અને તપથી ભાવિત બનેલા હતા. માટે ગૌતમના સંયમ અને તપ સહુને પ્રભાવિત કરતા હતા. ૧

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94