Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 69
________________ ચતુર્દશપૂર્વી, ચતુર્થાની, સર્વાક્ષરસંન્નિપાતી ગૌતમસ્વામી ચૌદપૂર્વધર હતા. ચૌદપૂર્વના સર્જક જ પોતે હતા, ધારક તો હોય જ ને ! કેવી સુંદ૨ વિશેષણોની શ્રૃંખલા ગોઠવી છે ! શરૂઆતનાં વિશેષણોમાં રૂપસમૃદ્ધિ તરફ નિર્દેશ કર્યો...પછી, તપસમૃદ્ધિ જણાવી. તે પછી ગોતમસ્વામીની ગુણસમૃદ્ધિનું બયાન કર્યું. અને, આ વિશેષણ દ્વારા સૂચિત કરી શ્રુતસમૃદ્ધિ ! પ્રભુદત્ત ત્રિપદીમાંથી વિરાટ દ્વાદશાંગીનું સર્જન કરનાર ગૌતમસ્વામી અત્યંત શ્રુતશ્રીમંત હતા. ૧૬૩૮૩ હસ્તિપ્રમાણ શાહીથી લખી શકાય તેટલા વિરાટ અર્થને અંતઃ સ્તલમાં સમાવીને બેઠેલો મહાન શ્રુતસાગર એટલે ચૌદપૂર્વ. આવા વિરાટ શ્રુતસાગરનું એક અંજલિમાં આચમન કરી શકવાનું મહાસામર્થ્ય પ્રભુ ગૌતમમાં હતું. ગૌતમ માત્ર શ્રુતજ્ઞાની નહોતા, અવધિજ્ઞાની અને મનઃપર્યવજ્ઞાની પણ હતા. તે વાતને સૂચિત કરતું વિશેષણ એટલે ચતુર્ણાની. ગૌતમ ચતુર્ભાની પણ હતા અને ચતુર જ્ઞાની પણ હતા. અક્ષરોનુ વિશ્વ પણ કેવું વિરાટ છે ! ૩૩ વ્યંજન અને ૧૩ સ્વર મળીને ૪૬ અક્ષરોની બનેલી વર્ષાવલી. તે વર્ણોને કાના, માત્રા આદિથી શણગારીએ ત્યારે બારાખડી બને. બારાખડીના ૬૯૦ અક્ષરોમાંથી કેટલા બધા અક્ષરસંયોગો નીપજી શકે ! અને આટલા વિરાટ-સંખ્યક અક્ષર સંયોગને એક જ મુહૂર્તમાં ઝડપી લે તેવો કેમેરો એટલે ગૌતમ. તેથી ગૌતમ માટે વિશેષણ પ્રયોજયું-સર્વાક્ષરસંનિપાતી !. ઊર્ધ્વજાનુ-અધોશિર હવે મળે છે ગૌતમસ્વામીની ખરી ઓળખાણ. ગૌતમની વિનયસમૃદ્ધિના ભંડાર ઉપર સર્ચલાઇટ ફેંકે તેવા વિશેષણો હવે આવે છે. ગૌતમ પ્રભુવીરની અતિનિકેટ પણ નથી બેસતા, અતિદૂર પણ નહિ. અતિનિકટ આવીને બેસી જાય તો અવગ્રહમર્યાદા ક્યાં રહે ? અતિદૂર રહે તો ઓચિત્યપાલન કેવી રીતે કરે ? સેવા-શુશ્રુષા કેવી રીતે કરે ? વિનયમૂર્તિ ગૌતમનું કલ્પનાચિત્ર ક્ષણવારમાં દોરી ૬૦

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94