Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 67
________________ તપ પ્રકૃષ્ટ હતું અને પ્રશસ્ત પણ હતું. અને એટલે જ પ્રભુ ગૌતમ દીપ્તતપસ્વી હતા, તખતપસ્વી હતા અને મહાતપસ્વી હતા અને છતાંય ગૌતમ નયનમનોહર હતા. વયની પ્રૌઢતા છતાં તેમનું કાયસૌંદર્ય કરમાયું નહોતું અને તપની ઉગ્રતા છતાં તેમનું કાયસોંદર્ય ઓગળ્યું નહોતું. સૌંદર્ય, સૌષ્ઠવ અને સામર્થની ત્રણ પુણ્યસરિતાઓનાં સંગમસ્થાને ઊભેલું એક પાવનતીર્થ એટલે ગૌતમદેહ ! ઘોર, ઘોરગુણી, ઘોરતપરવી, ઘોરબ્રહ્મચારી ગૌતમ પ્રભુની એક નવલી ઓળખાણ-તે ભયંકર અને નિર્દય હતા. સૌમ્યાકૃતિ ગૌતમ ભયંકર હતા અને કરુણાનિધિ ગૌતમ નિર્દય હતા ! ઉગ્ર તપ, કઠોર સંયમ અને પ્રકૃષ્ટ જ્ઞાનથી પરિવરેલી પ્રતિભા એવી તો પ્રભાવસંપન્ન હતી કે ઢીલા-પોચા થથરી જાય. શિથિલાચારીઓ તેમના દર્શનથી ધ્રૂજે અને મિથ્યામતિઓ તેમના પ્રભાવથી અંજાઇ જાય...માટે પ્રભુ ગૌતમ ભયાનક હતા. અને, નિર્દય તો કેવા ! જોયું નહિ ? ૫૦-૫૦ વર્ષના જીગરજાન સાગ્રીત અહંકારને કેવો ફૂટી નાંખ્યો ! ઇન્દ્રિયોની આસક્તિને અનાસક્તિની ઘાણીમાં તલના દાણાની જેમ પીસી નાંખી. આ તેમની નિર્દયતાના પ્રભાવે જ તે ઇન્દ્રિયવિજેતા અને પરિષહવિજેતા બન્યા. ક્રોધાદિ કષાયોને, આહારાદિ સંજ્ઞાઓને અને વિષયની અભિપ્સાઓને નિર્દય બનીને દળી નાંખનારા ગૌતમ માટે વિશેષણ વાપર્યું છે-ઘોર. તે માત્ર ઘોર નહોતા, ઘોરગુણી, ઘોર તપસ્વી અને ઘોરબ્રહ્મચારી હતા. એવા તો ઉત્તુંગ ગુણગિરિવર ઉપર તે વિરાજેલા હતા, જેની ઊંચાઇ જોઇને કાયરો થથરી જાય. તેમની ગુણસમૃદ્ધિ નિહાળી ગુણદરિદ્રો બેભાન થઇ જાય. મંદસાત્ત્વિક જીવગણ માટે દુષ્કર દુષ્કર કહી શકાય તેવી ગુણગરિમા હતી પ્રભુ ગૌતમ પાસે. એવી જ દુષ્કરકારક તેમની તપશ્ચર્યા હતી અને એવી જ દુષ્કરકારક તેમની બહ્મચર્ય સાધના હતી. વિકારો અને વિકલ્પો તેમનાથી ડરીને લાખો જોજન દૂર રહેતા. તેમનું નામસ્મરણ કરનારથી પણ વિકારો દૂર ભાગે. ગૌતમ લબ્લિનિધાન હતા કારણ કે ગૌતમ શુદ્ધિનિધાન હતા. ગૌતમનામે નિધિ પ્રગટે તે જાણીએ છીએ. પણ, તેનાથી ચડિયાતો પ્રભાવ ગૌતમનામનો એ છે કે ગૌતમનામે શુદ્ધિ પ્રગટે. - ૫૮

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94