Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 71
________________ પૃચ્છા પૂર્વની સજ્જતા પ્રથમ શતકના પ્રથમ ઉદ્દેશકનાં અંતિમ સૂત્રમાં જિજ્ઞાસાઓનું નિરાકરણ પ્રભુ પાસેથી ઝંખતા ગૌતમની સજ્જતાનું અલૌકિક અને અદ્ભુત વર્ણન કર્યું છે. તે વર્ણન વાંચીને નાચી ઊઠવાનું મન થાય. ત્રણ ત્રણ વિશેષણોના ચાર સુંદર સમૂહ ગોઠવ્યા છે. जायसड्ढे जायसंसओ जायकोऊहले उप्पण्णसड्ढे उपण्णसंसओ उप्पण्णकोऊहले संजायसड्ढे संजायसंसओ संजायकोऊहले समुप्पण्णसट्टे समुप्पण्णसंसओ समुप्पणकोऊहले ગંભીર તત્વોના ગહન અર્થોને જાણવાની તીવ્ર ઇચ્છાએ ગૌતમ પ્રભુને પૂછવા પ્રેરતિ કર્યા છે. જીવંત જિજ્ઞાસાને લઇ ગૌતમ પ્રભુ પાસે પહોંચે છે. ગૌતમ જ્ઞાનના ભંડાર હતા, લબ્ધિના ભંડાર હતા, રૂપના ભંડાર હતા, ગુણના ભંડાર હતા. નવી એક ઓળખાણ-ગોતમ જિજ્ઞાસાઓના ભંડાર હતા. ઠંડાગાર પાણીનાં કેટલાય માટલાં ગટગટાવીને બેઠેલા માણસનો કોઇ પરિચય આપે-તરસ્યો માણસ. કેવું લાગે ! ચાર જ્ઞાનના ધણી અને ચૌદપૂર્વનાં શ્રુતને પી અને પચાવીને બેઠેલા ગૌતમસ્વામી તરસ્યાને તરસ્યા જ હતા. પરબ પાસે જ હતી, લોટા ભરી ભરીને ગૌતમે જ્ઞાનૂવારિનું પાન કરે જ રાખ્યું ! ગૌતમસ્વામીની જિજ્ઞાસાઓ પ્રભુની જ્ઞાનપરબનાં વારિને વહેવડાવવાનું માધ્યમ બની. પાણી તો ગૌતમસ્વામીને મળ્યું હતું તેવું જ શાસ્ત્રોનાં માધ્યમથી આપણને પણ મળ્યું છે. પણ, તેમના જેવી તરસ ક્યાંથી લાવવી ? પ્રશ્ન પૂછતા પહેલા ગૌતમના રોમરોમ ઉપર કૌતુકે કબજો જમાવ્યો છે. હું આ પ્રશ્ન પૂછીશ, પ્રભુ તેનો શું જવાબ આપશે ? કેવી રીતે આપશે ? કેવી અદ્ભુત વાતો મને જાણવા મળશે ! કેવાં ગૂઢ રહસ્યો પ્રભુ પ્રકાશિત ક૨શે ! પૃચ્છાની પૂર્વમાં જ જે આવા વિસ્મયથી ભરાઇ ચૂક્યા છે, તે ગૌતમ પ્રત્યુત્તરનાં વિસ્મયને શે જી૨વી શક્યા હશે ? જિજ્ઞાસા અને વિસ્મયથી છલકાતા ગૌતમસ્વામી પ્રભુની પાસે પહોંચે છે. ૬ર

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94