________________
ત્યક્તકાય હવે એક મજાનું વિશેષણ આવે છે-ઉચ્છુઢસરીરે ગૌતમ ત્યક્તકાય હતા. તેમણે કાયાનો પરિગ્રહ વોસિરાવી દીધો હતો. “અચ્છા પરિગ્રહો વત્તો સંદર્ભમાં આ વિશેષણ વપરાયું છે. સિદ્ધભગવંતો શરીર રહિત છે માટે અશરીરી છે. ગૌતમપ્રભુ સશરીરી હતાં છતાં અશરીરી હતા. કાયા હતી, કાયમમત્વ ક્યાં હતું? અને, પછી તો કાયા પણ બંધન નથી બનતી. અનાદિકાળથી દેહના પ્રદેશો સાથે તાણાવાણાની જેમ ગૂંથાઇને દેહાકાર બનીને રહેવા ટેવાયેલા આતમરામને દેહાધ્યાસ કેટલો અભ્યસ્ત છે ! તે અનાદિઅભ્યસ્ત દેહાધ્યાસના ગૌતમે કેવા કુરચા ઉડાડ્યા હશે ત્યારે આગમશાસ્ત્ર તેમને “ત્યક્તકાય' જેવા અસાધારણ બિરુદથી નવાજે છે. દેહની થોડીક અસ્વસ્થતામાં આપણે આખાને આખા આકુળવ્યાકુળ થઇ જતા હોઇએ અને દેહની શાતા આપણને શાતાગારવના ગજવર પર ચડાવી દેતી હોય તો જાણવું કે દેહમમત્વનું ફોર્થ સ્ટેજનું કેન્સર વળ્યું છે. પણ કેમોથેરપિને ક્યાંય ઠોકર મારે તેવી નેમ-થેરપિ આપણી પાસે છે, અકળાવાની જરૂર નથી. ગૌતમનામની રટણા કરો, દેહના રોગ તો મટે, દેહનો અધ્યાસ પણ તૂટે. દેહાધ્યાસ તોડવાની અસરકારક ગુટિકા-ગૌતમનું નામ.
સંક્ષિપ્ત અને વિપુલ તેજોલેશ્યા ગૌતમસ્વામી હાઇવોલ્ટેજવાળી પ્રખર તેજોલેશ્વાના સ્વામી હતા. ડરશો ' નહિ, તેમનાથી ડરીને આઘા ભાગવાની જરૂર નથી. તે પ્રખર તેજોલેશ્યા તેમણે ગહન અંતઃસ્તલમાં ભંડારી દીધી હતી. અનેક યોજન દુર પડેલી કોઇ ચોક્કસ ચીજને અહીં બેઠા બાળી શકે તેવી વિશિષ્ટ તેજોવેશ્યાની લબ્ધિ પ્રભુ ગૌતમ પાસે હતી. અગ્નિમિસાઇલ, પૃથ્વીમિસાઇલ કે સ્કડ-મિસાઇલના યુગમાં આપણે વસીએ છીએ. આવી પોર્ગલિક મિસાઇલ પણ નિર્ધારિત ક્ષેત્રમાં જઇને બોમ્બવર્ષા કરી નગરોને ઉજ્જડ કરી શકે તો ગૌતમનાં વિકસીત ચૈતન્યનાં મહાસામર્થ્યને વળી કઈ મર્યાદા નડે ? મિસાઇલ શોધ્યા પછી તેને છોડવામાં ધન્યતા અનુભવે તે યુદ્ધખોર માનસ. તેજોવેશ્યાની લબ્ધિ પ્રગટ્યા પછી પણ તેને ગોપવી રાખે તેનું નામ ગૌતમસ્વામી...
- ૫૯