Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 60
________________ શ્રાવસ્તિ નગરીના શંખ શ્રમણોપાસકના સંદર્ભમાં પણ ગૌતમ પ્રભુ વીરને આ જ રીતે પ્રશ્નો પૂછે છે, અને, શંખ છેવટે મોક્ષમાં જશે તે વાત જાણે છે ત્યારે જ ગૌતમની તે સંદર્ભની પ્રશ્નયાત્રા સમાપ્ત થાય છે. કાંપિલ્યપુર નગરમાં પરિવ્રાજકના વેષમાં રહેલા અંબડની બાબતમાં ગૌતમે પ્રભુને પ્રશ્ન પૂછ્યોઃ પ્રભુ ! આ પરિવ્રાજક શ્રમણોપાસક હોઇ શકે ખરો? પ્રભુનો જન્મ હકારમાં સાંભળી આનંદિત થયેલા ગૌતમે પૂછ્યું: પ્રભુ તે દીક્ષા લેશે ? પ્રભુ ! તે કઈ ગતિમાં જશે ? પ્રભુએ કહ્યું: તે શ્રમણોપાસક અવસ્થામાં મરીને દેવલોકમાં જશે. ત્યાંથી મહાવિદેહમાં જન્મી નિર્વાણ પામશે. ચંપા નગરીના રાજા ઉદાયનનો પુત્ર અભીચિકુમાર મૃત્યુ પામીને અસુરકુમાર તરીકે ઉત્પન્ન થયો છે તે હકીકત પ્રભુ પાસેથી જાણીને તરત શ્રી ગૌતમ પ્રભુને પૂછે છેઃ પ્રભુ ! પછી ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને તે ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમને તેમનો મનગમતો જવાબ મેળવવા લાંબી પ્રશ્નયાત્રા ચલાવવી પડતી નથી. પ્રભુએ જવાબ આપ્યો: અસુરકુમારમાંથી તે આત્મા મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઇ સિદ્ધ થશે. ગોશાલકની તેજોલેશ્યાથી સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર નામના બે મુનિવરો ભસ્મસાત્ થયા. તરત ગૌતમસ્વામીને જિજ્ઞાસા જાગૃત થઇઃ ભગવન્! આ બે મુનિવરો ક્યાં ઉત્પન્ન થયાં ? પ્રભુએ જવાબ આપ્યોઃ સર્વાનુભૂતિ આઠમા અને સુનક્ષત્ર બારમા દેવલોકમાં ઉત્પન્ન થયા છે અને બંન્ને ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરશે અને મોક્ષમાં જશે. ગૌતમને બીજું શું જોઇએ ? • ગોશાળાની ભવયાત્રાની પરિસમાપ્તિ ક્યારે થશે ? આ જિજ્ઞાસા પણ ગૌતમસ્વામીને ઉદ્ભવે જ. ગોશાળા મરીને બારમા દેવલોકમાં ઉત્પન્ન થયો છે ત્યારથી માંડીને પ્રભુએ તેની ભાવિ ભવપરંપરાનું વર્ણન શરૂ કર્યું. ભવયાત્રા કોઇની પણ હોય, તેના અંતે મોલ ન આવે ત્યાં સુધી પ્રશ્ન-પરંપરા ચલાવે નહિ તો એ ગૌતમ શાના? સંસારમાં ઘણું ભમી છેવટે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી આવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ તે મોક્ષમાં જશે-આટલું જાણ્યા પછી જ ગૌતમ પ્રશ્નવિરામ પામ્યા. - ૫૧

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94