Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar
View full book text
________________
વિજ્ઞાન-વિશેષ જ્ઞાન
પ્રભુ ! વિજ્ઞાનનું ફળ શું ?
પ્રત્યાખ્યાન
પ્રભુ ! પ્રત્યાખ્યાનનું ફળ શું ?
સંયમ
પ્રભુ ! સંયમનું ફળ શું ?
અનાશ્રવ
પ્રભુ ! અનાશ્રવનું ફળ શું ?
તપ
પ્રભુ ! તપનું ફળ શું ?
નિર્જરા
પ્રભુ ! નિર્જરાનું ફળ શું ?
અક્રિયા
પ્રભુ ! અક્રિયાનું ફળ શું ?
મોક્ષ...
મનગમતો જવાબ મળે નહિ ત્યાં સુધી ગૌતમસ્વામી અટકે શાના ? મોક્ષ એ તેમનો મનગમનો જવાબ છે. આલંભિકા નગરીના ૠષિભદ્રપુત્ર નામના શ્રમણો પાસકનો વૃત્તાન્ત સાંભળી ગૌતમસ્વામી પ્રભુ વીરને પ્રશ્ન પૂછે છે : ભગવન્ ! આ ૠષિભદ્રપુત્ર દીક્ષા અંગીકાર ક૨શે ? પ્રભુએ જવાબ આપ્યો: ના, એ દીક્ષા અંગીકાર નહિ કરે પણ બાર વ્રત સ્વરૂપ શ્રાવકધર્મ અંગીકાર કરી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થશે. ગૌતમની જિજ્ઞાસા તૃપ્ત નથી થતી. આ મોક્ષપિપાસુને પ્રત્યુત્તરમાં મોક્ષ ન આવે ત્યાં સુધી ધરપત ક્યાંથી થાય ? તેથી ગૌતમ પ્રશ્ન આગળ ચલાવે છે ઃ પ્રભુ ! દેવલોકમાંથી આવીને તે ક્યાં ઉત્પન્ન થશે ? પ્રભુ જવાબ આપે છે ઃ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ તે મોક્ષમાં જશે. ગૌતમ રાજીના રેડ. આ એક જવાબનું રત્ન ખોળવા ગૌતમ પ્રશ્નોની કોદાળીથી કેટલું ખોદકામ કરે છે !

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94