Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 57
________________ > સારે ગાંવકી ફિકર . - - - - - - પંચમાંગ શ્રી ભગવતી સૂત્રમાં ગૌતમસ્વામીએ પ્રભુ વીરને પૂછેલા હજાર્યો પ્રશ્નો અને પ્રભુ વિરે આપેલા ઉત્તરો સંગૃહીત કરવામાં આવ્યા છે. ગૌતમની જિજ્ઞાસાનો કોઇ અંત નથી. જ્ઞાનનો મહાસાગર મળ્યો છે તો લાવ ધરાઇ ધરાઇને જ્ઞાનામૃતનું પાન કરી લઉં-આવી તીવ્ર જ્ઞાનપિપાસા એ ગૌતમની ઓળખાણ બને છે. ૩૬ હજાર પ્રશ્નોના વિરાટ ખજાના ભણી નજર નાંખીએ ત્યારે થાય, ક્યા વિષયને ગૌતમે છોડ્યો હશે ? વિશ્વના કયા દ્રવ્યો ગૌતમની જિજ્ઞાસાનો વિષય નહિ બન્યા હોય ? ક્યારેક કર્મ સંબંધી પ્રશ્નો છેડે છે તો ક્યારેક કષાય સંબંધી. ક્યારેક જીવની અવગાહના પૂછાય છે તો ક્યારેક આયુષ્ય. કેટલાક પ્રશ્નો ગૌતમ જીવની ગતિ સંબંધી પૂછે છે તો કેટલાક આગતિ સંબંધી. લેશ્યા સંબંધી પ્રશ્નો પણ પૂછે છે અને યોગ-ઉપયોગ સંબંધી પ્રશ્નો પણ પૂછે છે. સ્વર્ગલોકના સ્વરૂપને જાણવા પણ ગૌતમ આતુર છે તો નરકનાં વર્ણનો સાંભળવા પણ ગૌતમ એટલા જ આતુર છે. તે આત્મદ્રવ્યને જાણવા તત્પર છે તો પુદ્ગલ દ્રવ્યને જાણવા પણ એટલા જ તત્પર છે. તે લોકના સ્વરૂપને પણ જાણવા જિજ્ઞાસા સેવે છે તો અલાકના સ્વરૂપને પણ જાણવા જિજ્ઞાસા સેવે છે. તે જ્ઞાનના પ્રકારો સંબંધી પ્રશ્નો પૂછે છે તો દર્શનના પ્રકારો સંબંધી પ્રશ્નો પણ પૂછે છે. ગૌતમની જિજ્ઞાસાનું ક્ષેત્ર અસીમ છે. ક્યારેક સહજ રીતે પ્રશ્નો ઉત્થાન પામે છે તો ક્યારેક પ્રસંગોપાત પ્રશ્નોનું ઉત્થાન થાય છે. એકદા ગૌતમે તત્કાલ ઉદીત થયેલા જાસુદપુષ્પના પુંજ જેવા રાતા ४८

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94