Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 55
________________ નુબંધ હતો ! અર્જુનના રથના સારથિ કૃષ્ણ હતા. કૃષ્ણના મૃત્યુથી વ્યાકુળ બનેલા બળભદ્રને દેવ બનેગા તેમના સારથિના આત્માએ પ્રતિબોધ પમાડ્યા હતા. ત્રિપૃષ્ઠના સારથિ તરીકેના ભવમાં પણ ગૌતમનું પોત કેવું ઝળકતું હતું ! મિત્રનો શત્રુ પોતાનો પણ શત્રુ લાગે અને શત્રુનો મિત્ર પણ પોતાનો શત્રુ લાગે. આ ચાણક્યની રાજનીતિનું અને વ્યવહારના સહુના અનુભવનું સૂત્ર છે. સારથિ એટલે ત્રિપૃષ્ઠનો જીગરજાન દોસ્ત. પેલો સિંહ ત્રિપૃષ્ઠનો શત્રુ. એટલે સારથિ માટે સિંહ મિત્રનો શત્રુ થયો. એટલે સહજ છે તેના પર સારથિને ખૂન્નસ ઉભરાય. પણ, આ સારથિએ તેને પણ વાત્સલ્યથી સાંત્વના આપી. અને, તે સિંહનો શત્રુ ત્રિપૃષ્ઠ અને આ સારથિ ત્રિપૃષ્ઠનો મિત્ર. એટલે સારથિ સિંહના શત્રુનો મિત્ર થયો. તેથી, સહેજે તે સિંહને સારથિ ઉપર પણ ખૂન્નસ ઉભરાય. છતાં, તેની આંખમાં પણ સારથિ પ્રત્યે અમી હતું ! કેમેય ઉકલે નહિ એવા ગૌતમનાં જીવનરહસ્યો છે. તે સિંહે પણ સારથિ પ્રત્યેના ઋણાનુબંધ અને ત્રિપૃષ્ઠ પ્રત્યેના વેરાનુબંધને કેટલા ભવો સુધી સંઘરી રાખ્યો ! તે સારથિ ગૌતમ બન્યો, ત્રિપૃષ્ઠ વીર બન્યા અને સિંહ હાલિક બન્યો ! પ્રભુની પણ કેવી નીતરતી કરુણા ! ત્રિપૃષ્ઠના ભવમાં જેની કાયાના બે ભેદ કર્યા તે જ આત્માનો ગ્રન્થિભેદ અને સંસારભેદ કરવા ગૌતમને મોકલી આપ્યા. ગૌતમ પ્રત્યેના ઋણાનુબંધના સંસ્કારોનાં કારણે હાલિક તરત પ્રતિબુદ્ધ થયો પણ પ્રભુ પ્રત્યેની અરુચિના સંસ્કારોને કારણે પ્રભુને જોતાની સાથે ઓઘો મૂકીને ભાગ્યો ! એકવાર બોધિનું બીજ પડી ગયું ! ૫૦ હજાર શિષ્યોને દીક્ષા આપી, બધાને કેવલજ્ઞાન. પણ, આ હાલિક દીક્ષામાંય ન ટક્યો. બાળકના રૂપાળા ચહેરાને કોઇની નજર લાગી ન જાય માટે તેની મમ્મી ગાલે એક કાળું ટપકું કરે છે ! ગૌતમની અત્યંત રૂપાળી કીર્તિકાયાને કોઇની નજર લાગી ન જાય તેથી નિયતિએ આ હાલિકના પ્રસંગનું કાળું ટપકું કર્યું ન હોય જાણે ! ૪૬

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94