Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 54
________________ શિષ્ય પણ ક્યાં સુલભ છે ? ઋષભપંચાશિકામાં ધનપાલ કવિએ મૂંઝવણ વ્યક્ત કરી છે : होही मोहुच्छेओ तुह सेवाओ-धुवत्ति नंदामि । जं पुण न वंदिअव्वो तत्य-पुण तेण झिज्झामि || પ્રભુ ! તારી સેવાથી મારા મોહનો નિશ્ચિત ક્ષય થવાનો છે તેનો મને ખૂબ આનંદ છે. પણ, ત્યારે તારા વંદનનો મારો આનંદ લૂટાઇ જશે તેની મને ચિંતા છે. ગૌતમસ્વામી ચાલાક નીકળ્યા. પ્રભુ હતા ત્યાં સુધી પ્રભુનાં વંદન, પ્રીતિ અને ભક્તિનો આનંદ લૂંટ્યો. અને, જેવા પ્રભુ નિર્વાણ પામ્યા કે તરત વીતરાગતાના મહાસાગરમાં ડૂબી ગયા. . ગૌતમસ્વામી કાયમ પ્રભુના અંતેવાસી રહ્યા. પ્રભુને પરોક્ષ થવા ન દીધા. નિર્વાણ પામીને પ્રભુ જ્યારે પરોક્ષ થયા ત્યારે તરત કેવલજ્ઞાન પામીને પ્રભુને કાયમ માટે પ્રત્યક્ષ કરી લીધા ! પ્રભુએ જણાવ્યા મુજબ ગૌતમનો પ્રભુ સાથે અનેક ભવોનો સ્નેહ સંબંધ છે. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં તેમનો જે સારથિ હતો તે જ ગૌતમનો જીવ ! ત્રિપૃષ્ઠ મહાવીર બન્યા અને સારથિ ગૌતમ બન્યા. પૂર્વનાં ચરિત્રોમાં સારથિનું પાત્ર મોટે ભાગે આવે જ. અને, આ સારથિ તેના રથિક સાથે સહુથી વધુ ઘનિષ્ઠ અને નિકટ સંબંધ ધરાવતા હશે ! આજનાPA. જેવું સ્ટેટસ કદાચ તે કાળમાં સારથિનું હશે. અનેક ચરિત્રોમાં રથિક અને સારથિનો ગાઢ ઋણાનુબંધ દૃષ્ટિગોચર થાય છે. શ્રી ઋષભદેવ પ્રભુ પૂર્વના ત્રીજા ભવમાં વજનાભ ચક્રવર્તી હતા ત્યારે તેમનો જે સારથિ હતો તે જ શ્રેયાંસકુમાર બન્યો. તેણે સંવત્સરતપનું પારણું કરાવ્યું. ત્રિપૃષ્ઠ મહાવીર બન્યા ત્યારે તેમનો સારથિ ગૌતમ બન્યો. નેમિકુમારને પણ માંડવેથી જાન પાછી વાળવામાં મુખ્ય પ્રેરક પરિબળ તેમના રથનો સારથિ જ હતો ને ! અને, રાજકુમાર ગૌતમને જરા, વ્યાધિ અને મૃત્યુના અસાર તત્ત્વોનો પરિચય આપી વૈરાગ્ય પમાડનાર સારથિ જ હતો ને ! તે વૈરાગ્યવાસિત રાજકુમારે મહાભિનિષ્ક્રમણ કર્યું ને ગૌતમબુદ્ધ બન્યા. કૃષ્ણ અને અર્જુન વચ્ચે પણ કેવો ત્રણા

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94