Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 52
________________ દીક્ષા આપીને લઇ આવ્યા છે તેમને કેવલજ્ઞાન થઇ ચૂક્યું છે ! ફરી અવૃતિ થઇ. મને કેવલજ્ઞાન મળશે કે નહિ તેની અવૃતિ હવે નહોતી. કેવલજ્ઞાન મળવાની તો ખાત્રી થઇ ચૂકી હતી. હવેની અવૃતિનો આકાર હતો. ક્યારે મળશે? હજુય મારે કેટલી રાહ જોવાની? આ બધાને તરત મળવા લાગ્યું, મને મોડું કેમ? અને, તે અતિના નિવારણ માટે ખુદ પ્રભુ તેમને સાંત્વન આપે છે. શ્રી ભગવતી સૂત્રનાં ચૌદમાં શતકના સાતમા ઉદ્દેશાના પ્રારંભમાં જ આગળ-પાછળના કોઇ અનુસંધાન વગર સીધા પ્રભુ દ્વારા ગૌતમસ્વામીને અપાયેલી સાંત્વનાનો અધિકાર છે. ગૌતમના સૌભાગ્યના ઓવારણા લેવાનું મન થાય ! રાજગૃહી નગરીમાં પ્રભુ સમવસર્યા છે. પર્ષદા વિખરાઇ ગયા પછી પ્રભુ વિર ગૌતમને બોલાવે છે-“હે ગૌતમ !” ગૌતમ શીધ્ર આવી બે હાથની અંજલિ જોડી નતમસ્તકે ઊભા રહ્યા. પછી, પ્રભુ જે બોલ્યા છે તે વાંચતા રોમાંચ ખડા થઇ જાય! ગૌતમસ્વામીનું કેવલજ્ઞાન વિલંબમાં મૂકાતું હતું તે ખેદજનક બાબત હતી. પણ, તે વિલંબનું કારણ તો જાણો ! ક્યારેક દુઃખ અણગમતું હોય પણ દુઃખનું કારણ મનગમતું હોય તેમ બને ! પ્રભુવીર ગૌતમને સાંત્વના આપે છે: चिरसंसिट्ठोऽसि मे गोयमा ! चिरसंथुओऽसि मे गोयमा ! चिरपरिचिओऽसि मे गोयमा ! चिरजुसिओऽसि में गोयमा ! चिसणुगओऽसि मे गोयमा ! चिराणुवत्ती सि मे गोयमा ! अणंतरं देवलोए अणतरं मणुस्सए भवे, किं परं ? मरणा कायस्स भेदा, इओ चुत्ता दो वि तुल्ला एगट्ठा अविसेसमणाणत्ता भविस्सामो । હે ગૌતમ ! તું ચિરકાળથી મારી સાથે સ્નેહગ્રચિથી બંધાયેલ છે. હે ગૌતમ ! તું નેહવશ ચિરકાળથી મારી પ્રશંસા કરતો આવ્યો છે.

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94