Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 51
________________ તેનું પ્રદર્શન કર્યા વગર રહી શકતા નથી ! ભાડૂતી કે ઉછીનાં ઘરેણાં પહેરનારનો પણ ઠરો તો રાજરાણી જેવો હોય ! અને આ ગૌતમે પોતાનાં કિંમતી ઘરેણાં પણ લોકરમાં જ મૂકી રાખ્યા ! ગૌતમને તો પ્રભુ હાજરાહજૂર હતા. શી કમીના હતી ? જિજ્ઞાસા થઇ, પ્રશ્ન પૂછ્યો, જવાબ હાજર. અને, પોતાનાં જ્ઞાનનો ઉપયોગ ક૨વાને બદલે પ્રભુને પ્રશ્ન પૂછીને જાણવામાં કેટલા બધા લાભ ! એક તો પોતાની જિજ્ઞાસા પરિપૂર્ણ સંતોષાઇ જાય. જે નવો બોધ થાય તે પ્રભુમુખે થાય. બ્રાન્ડ-સ્ટેમ્પ ઊંચો લાગે ! પોતાની જિજ્ઞાસા સકલ પર્ષદાના બોધનું નિમિત્ત બને. બધાને નવું જાણવા મળે અને અનેકના મનોગત સંશયોનું નિરાકરણ પણ થઇ જાય. અને, ખાસ તો ભંતે કહીને પ્રભુને વારંવાર સંબોધવાનો લહાવો મળે. અને, તેથી ય ખાસ પ્રભુમુખે રોમહર્ષક ‘ગોયમા' નામ સાંભળવા મળે ! અને, પોતાને કેવલજ્ઞાનની ઉણપ વરતાય નહિ. બોલો, ગૌતમની પૃચ્છા-પ્રવૃત્તિ કેવી મલ્ટી-પરસ લાગે ! ભલે સર્વજ્ઞતા માટે ગૌતમસ્વામીને ખૂબ ધીરજ ધરવી પડી. પણ, સર્વજ્ઞતાના પ્રકારોની અપેક્ષાએ ગૌતમસ્વામી તો જાણે મહાવીર પ્રભુથી પણ ચડિયાતા સર્વજ્ઞ નીકળ્યા ! પ્રભુવીર પાસે એક જ પ્રકારની સર્વજ્ઞતા હતી અને તેમના આ શિષ્ય પાસે ચાર-ચાર પ્રકારની સર્વજ્ઞતા આવી. ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ હતા ત્યારની ભ્રામક કે દાંભિક સર્વજ્ઞતાભાસરૂપી સર્વજ્ઞતા પહેલી. દીક્ષાદિને જ પ્રભુકૃપાથી પ્રાપ્ત થયેલી શ્રુતસર્વજ્ઞતા બીજી. પ્રભુદત્ત ત્રિપદીમાંથી દ્વાદશાંગી રચીને શ્રુતકેવલી બન્યા. ગીતાર્થ નિશ્રિત ગીતાર્થતુલ્ય ગણાય તે ન્યાયે સર્વજ્ઞપ્રભુની નિશ્રામાં હતા માટે સર્વજ્ઞનિશ્રા રૂપી ત્રીજી સર્વજ્ઞતા. અને, પ્રભુનાં નિર્વાણ બાદ ઘાતિ કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલી સર્વજ્ઞતા ચોથી. ચતુર્જાની તરીકે તો ગૌતમની ખ્યાતિ હતી જ, ગૌતમ ચતુર્વિધ સર્વજ્ઞ પણ હતા ! લબ્ધિથી અષ્ટાપદની યાત્રા કરવા દ્વારા આ જ ભવમાં કેવલજ્ઞાન અને મોક્ષનો નિર્ણય કરીને આવ્યા. કેવલજ્ઞાનની ખાત્રી થઇ ગઇ. કેટલા ઉલ્લાસમાં હશે ગૌતમ ! પણ, નરવસ થઇ ગયા ગૌતમ. અષ્ટાપદથી જે ૧૫૦૦ તાપસોને ૪૨

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94