Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 53
________________ હે ગૌતમ ! તારે મારી સાથે ઘણા લાંબા કાળથી પરિચય છે. હે ગૌતમ ! તેં ઘણા દીર્ધકાળથી મારી સેવા કરી છે. હે ગૌતમ ! તું ઘણા લાંબાકાળથી મને અનુસર્યો છે. હે ગૌતમ ! તું ઘણા દીર્ઘકાળથી મને અનુકૂળ વર્યો છે. હે ગૌતમ ! તરતના દેવભવમાં અને તરતના મનુષ્યભવમાં તારો મારી સાથે સંબંધ છે. વધારે શું કહું ? મરણ પછી શરીરનો ભેદ થતા અહીંથી ચ્યવી આપણે બંન્ને સમાન બનીશું, એક પ્રયોજનવાળા બનીશું. બંને તુલ્ય બનીશું. પછી મારામાં અને તારામાં કોઇ ફરક નહિ રહે ! ખેદ તો ક્યાંય પલાયન થઇ ગયો હશે અને ઝૂમી ઊઠ્યા હશે ગૌતમ ! ભગવતી સૂત્રનો આ ફકરો વારંવાર વાંચવાનું મન થાય છે અને જ્યારે વાંચું છું ત્યારે અનાયાસે વહેતી અશ્રુધારા દ્વારા ગૌતમની ભક્તિનું અભિવાદન કરું છું. ગૌતમસ્વામીનાં સૌભાગ્યનું શિખર મને તો આ પ્રસંગમાં વરતાય છે. ખુદ પ્રભુ જેમની ભક્તિને પોતાના શબ્દોથી પ્રમાણિત કરે, તે કેવું પરમ સદભાગ્ય ! આ શબ્દો એટલે ગૌતમની પ્રભુપ્રીતિને ખુદ પ્રભુ દ્વારા મળેલું પ્રમાણપત્ર! જે શિષ્યના હૃદયમાં ગુરુ છે તે શિષ્ય ધન્ય ગણાય. ગુરુનાં હૃદયમાં જે શિષ્યનું સ્થાન છે તે ધન્યાતિધન્ય ગણાય. તેનાથી પણ એક ઊંચી કક્ષા છે. જે ગુરુ શિષ્યની ભક્તિને પ્રમાણિત કરતા આવું ઉચ્ચારે કે-હે શિષ્ય ! તારાં હૃદયમાં મારું ખરેખર ઊંચું સ્થાન છે-તે શિષ્ય તો ધન્યાતિધન્યતમ ગણાય ! ગૌતમ આવા શિષ્ય હતા. શેત્રુજા સમો ગિરિ નહિ, ઋષભ સમા નહિ દેવ ગૌતમ સરિખા ગુરુ નહિ, વળી વળી વંદુ તેહ. આ દુહાનું ત્રીજું ચરણ સહેજ ફેરફાર કરીને બીજી વાર બોલવાનું મન થાયઃ ગૌતમ સરિખા શિષ્ય નહિ...ગૌતમ જેવા ગુરુ દુર્લભ છે તો ગૌતમ જેવા

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94