Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 44
________________ જમાવી દીધો છે ! અને આ ગૌતમની તો વાત જ ન્યારી. ગયા હતા પોતાના કેવલજ્ઞાનની ખાતરી કરવા અને ૧૫૦૦ તાપસોને કેવલજ્ઞાન દઇને લાવ્યા ! સ્થૂલકાય ગૌતમને સૂર્યકિરણોનાં આલંબનથી અષ્ટાપદ ચડતા જોઇને મુગ્ધ બનેલા ૧૫૦૦ તાપસો તેમની નીચે ઉતરવાની રાહ જ જોતા હતા. આવો પ્રભાવ નિહાળી કોણ અંજાઇ ન જાય ! જેવા ગૌતમસ્વામી નીચે પધાર્યા એટલે તરત આ ૧૫૦૦ તાપસોએ તેમનાં ચરણ પકડી લીધા. તે સહુ તેમના શિષ્ય બની ગયા. હવે તેમની સરભરાની જવાબદારી ગૌતમનાં શિરે આવી. તપસ્વી હતા, પારણું કરાવવાનું હતું. કોઇના ઘરે જઇ ગૌતમ ભિક્ષા લઈ આવ્યા ખીરની ! પણ, ખોબો ખીરમાં આ ગૌતમ ૧૫૦૦નાં પારણાં કેમ કરાવશે ? ચમચી-ચમચી પણ ભાગમાં નહિ આવે ! આપણને ડર લાગે કે આ દીક્ષિત તાપસો ગૌતમસ્વામી ઉપર વિફરી તો નહિ જાય ને ! ગૌતમે બેસાડી દીધા બધાને અને ક્ષીરપાત્રમાં અંગૂઠો રાખીને દેતા ગયા. તાપસો વાપરતા ગયા પણ ખીર ન ખૂટી ! મને યાદ આવી ગયું એક બજારું પણું. તેનું નામ છે થમ્સ અપ. પણ, ગૌતમે પાત્રમાં ઊંધો અંગૂઠો રાખીને ૧૫૦૦ તાપસોને પીવડાવેલું તે આ પવિત્ર પીણું એટલે થમ્સડાઉન ! આ થમ્સ-ડાઉનનું પાન કરીને ૧૫૦૦ તાપસો અપ થઇ ગયા. ૫૦૦ નૂતન દીક્ષિત મુનિઓને તો ખીર આરોગતા આરોગતા તત્કાલ કેવલજ્ઞાન થઇ ગયું. કોણ જાણે ગૌતમે આ ખીરમાં તેમને શું ખવડાવી દીધું કે ખાતાવેંત તેમના આત્મામાં અનાદિકાળથી સાથે જ રહેનારા ચાર-ચાર ઘાતિશત્રુના રામ રમી ગયા ! ખરને પરમાત્ર કહેવાનો રિવાજ ત્યારથી શરૂ થયો હશે ? ગૌતમના એ લબ્ધિવંત અંગૂઠાનું ધ્યાન ધરવાનું મન થાય. આપણે તો અંગૂઠાનો ઉપયોગ કાયમ બીજાને ડીંગો બતાવવા માટે કરતા રહ્યા અને ગૌતમે અંગૂઠાથી બીજાને માલંમાલ કરી દીધા ! જે ગૃહસ્થનાં ઘરેથી ગૌતમ ખોબો ખીર વહોરી લાવ્યા હશે તે ગૃહસ્થ કેવા ભાગ્યશાળી ! ખીર વહોરાવતી વખતે તેમને કલ્પનાય નહિ હોય કે આ ખીર ઉપર

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94