Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 25
________________ શૂન્યની શ્રીમંતાઇ અનંત મોહક લબ્ધિઓના સ્વામી હતા પ્રભુ ગૌતમ ! આપણે ગરબા ગાઇએ છીએ ગૌતમની લબ્ધિઓના ! રાસડા લઇએ છીએ અને આરતીઓ ઉતારીએ છીએ ગૌતમની ભૌતિક સિદ્ધિઓની ! વેપારીઓ ચોપડાનાં પહેલાં પાને ગૌતમની લબ્ધિની યાચના લખે છે. પણ ગૌતમને તે ભૌતિક લબ્ધિઓનું ક્યાં કાંઇ મહત્ત્વ છે ! નહિંતર તો રોજ સવાર પડે ને લબ્ધિઓના જાદુ અને ચમત્કાર દેખાડવાના ધંધા ચાલ્યા હોત ગૌતમનાં જીવનમાં ! પણ, ગૌતમસ્વામી લબ્ધિના ક્યારા હતા છતા લબ્ધિથી સાવ ન્યારા હતા ! આખા જીવનકાળમાં માત્ર બે વાર લબ્ધિનો પ્રયોગ કર્યો. જે અષ્ટાપદ ઉપર ચડવા માટે પેલા તાપસો કેટલાય વખતથી મથતા હતા અને અટકીને બેઠા હતા તે અષ્ટાપદ ઉપર પ્રભુ ગૌતમ સૂર્યકિરણોની સીડી બનાવીને સડસડાટ ચડી ગયા. જે પર્વત ઉપર એક એક યોજનની ઊંચાઇવાળા આઠ પગથીયા છે અને ચારે બાજુ હજાર યોજન ઊંડી ખાઇ છે તેવા દુર્ગમ અષ્ટાપદ ઉપર સડસડાટ સ્વામી પહોંચી ગયા. મથી મથીને થાક્યા ત્યારે માંડ પહેલા, બીજા કે ત્રીજા પગથીયે પહોંચેલા પેલા તાપસો તો જોતા જ રહી ગયા આ સ્થૂલકાય સ્વામીને હવાના ફુગ્ગાની જેમ ઉપર ઉડતા ! કેવો લબ્ધિનો જાદુ ગૌતમસ્વામીમાં જોવા મળ્યો ! આ તાપસોની ખૂબ અદેખાઇ થાય. ગૌતમસ્વામીની લબ્ધિનો ચમત્કાર તેમને નજરે જોવા મળ્યો અને બીજો લબ્ધિપ્રયોગ તો ગૌતમે ખાસ આ તાપસો માટે જ પ્રયોજ્યો ! તે પણ કેવો રોમાંચક પ્રયોગ ! આજના દૂધવાળા ભૈયા કે ડેરીવાળા ૧૬

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94