Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 33
________________ ગુણથતિ અવગુણ ઢાંકવાજી, આશાતનની હાણ. આ પાંચેય પ્રકારનો વિનય ગૌતમસ્વામીમાં મૂર્તિમંત થયેલો દેખાય ! બાહ્ય પ્રતિપત્તિમાં ગૌતમ કેવા ઝળહળે છે ! પ્રભુનાં ચરણોના પૂજારી ! માત્ર સમવસરણમાં જ પ્રભુની પાદપીઠ પાસે ગૌતમ નહોતા બેસતા, તેમનું સકલ અસ્તિત્વ પ્રભુનાં ચરણોમાં હતું. પર્ષદામાં પ્રભુને પ્રશ્ન પૂછતી વખતે સે કાંઠેણ ભંતે ! એવું વચ્ચઇ ? એવા શબ્દો દ્વારા ગૌતમના પ્રશ્નો કાને પડે ત્યારે પર્ષદામાં બેઠેલા સહુના કાન માધુર્યનો કેવો આસ્વાદ માણતા હશે ! અને પ્રભુનાં મુખેથી પ્રત્યુત્તર મળે ત્યારે સેવં ભંતે ! સેવ ભંતે ! કહીને ગૌતમ તે જવાબને માથે ચડાવે. આ ભાષા અને શૈલી વિનયની દુનિયાના છે. પ્રભુનાં વચન કે આજ્ઞા નતમસ્તકે બે હાથ જોડીને સાંભળે, સ્વીકારે અને પાળે. ગુરુજણમુહભણિય કયંજલિઉડેહિ સોઅર્વાનો સાક્ષાત્કાર ગૌતમસ્વામીમાં જોવા મળે. પ્રભુ નાનું-મોટું કોઇ પણ કામ ભળાવે, ગૌતમ સહર્ષ અને સસંભ્રમ તેને શિરસાવંદ્ય કરે. અપત્તિયં, પરંપત્તિયં કે આલાવે-સંલાવે જેવું વિણાય પરિહાણે ગૌતમ આચરી જ ન શકે. આ બાહ્ય-પ્રતિમત્તિ-વિનય ગૌતમમાં પ્રકર્ષની સીમાને પણ ઓળંગી ગયેલો દેખાય. બીજા પ્રકારના વિનયનું નામ છે-ગુરુ બહુમાન. હૃદયપ્રેમ બહુમાન ! તારકતત્વો પ્રત્યેની હાર્દિક પ્રીતિ મોક્ષ-સાંધક છે. પણ ગૌતમની આંતર પ્રીતિ એ હદે પહોંચેલી હતી કે તે તેમનાં કેવલજ્ઞાનમાં બાધક બની ! ઉપચાર-વિનય કદાચ વિનયરત્નની જેમ છેતરામણો નીવડી શકે ! બહુમાન વિનય જ વાસ્તવિક વિનય છે. ઉપચાર વિનય પણ બહુમાન વિનય લાવવા માટે છે. વિનયના ત્રીજા પ્રકારનું નામ છે-ગુણસ્તવના. ગુરુગુણસ્તવના તો ગૌતમ એવી કરતા કે તે સાંભળતા સાંભળતા ૫૦૦ તાપસોને કેવલ્ય પ્રગટ થઇ ગયું ! અને આવું તો બીજા પણ અનેકની બાબતમાં બન્યું ! સુણાતા શ્રવણે અને બોલતા મુખે અમી ઝરે તેવી અનુભવ-પ્રતીતિ પ્રભુના ગુણોની બાબતમાં ગૌતમસ્વામીને થતી. કોઇ પણ મળે, ગૌતમ પ્રભુના ગુણોની કથા માંડી દેતા. અતિપરિચયાતું અવજ્ઞા ગૌતમને ક્યાંથી હોય? કારણ કે પ્રભુ વીતરાગ હતા. પણ સામેની વ્યક્તિ

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94