Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 35
________________ આવતો હતો અને એટલે જ ગૌતમનો વિનય આકાશને આંબતો હતો ! ગૌતમસ્વામી પાસે શ્રીમંતાઇ હતી, શૂન્યની ! ગૌતમનું સમર્પણ કે વિનમ્રતા કેટકેટલી વાર કસોટિની એરણ પર ચડ્યા છે ! મહાશતક શ્રાવકને પત્નીની ક્ષમા માંગવાનો સંદેશ પ્રભુએ મોકલાવ્યો ત્યારે ટપાલી ગૌતમને બનાવ્યા. કાંઇક વધામણીના સમાચાર લઇને જવાનું હોય તો દોડતા જવાનું મન થાય. આ તો ભૂલ બતાવવા જવાનું હતું ! પણ આ તો ગૌતમ ! પ્રભુના ટપાલી બનવા માત્રથી જ તે કૃતાર્થ હતા. નૂતન દીક્ષિત શિષ્ય પ્રભુને વંદન કર્યા વિના કેવળીની પર્ષદામાં બેસવા જાય ત્યારે ગૌતમ તેમને ટકોર કરે અને પ્રભુ ત્યારે ગૌતમને શિક્ષા આપે. ગૌતમ, કેવલી ભગવંતની આશાતના ન કરો. આવું થતું હશે ત્યારે ગૌતમ હરખાતા હશે કે શરમાતા હશે ? આ ઇવરનું રી-કેપ પ્રભુ વીરનાં સમવસરણમાં વારંવાર થયું. જેમની ઉપાસના કે આશીર્વાદથી મુનિઓને કેવલજ્ઞાન મળ્યું તેમને જ ભરસભામાં ટોકવામાં આવે-તું તેમની આશાતના ન કર ! ગૌતમનાં સમર્પણ અને અહોભાવની આવી કેંક કેટલીય વાર અગ્નિપરીક્ષાઓ થઇ. પણ, આ તો જાતિવંત સુવર્ણ ! વધુ ને વધુ ઝળકતું જ ગયું. જીવન-દર્શન કરીએ તો મહાન અપ્રમત્ત યોગી તરીકે ગૌતમ આપણી સમક્ષ ઉભરી આવે તે છતાં એક ક્વોટેશન સમવસરણમાં પ્રભુમુખેથી વારંવાર બ્રોડકાસ્ટ થયું છે. સમય ગોયમ ! મા પમાયએ. ગૌતમનો પ્રભુ પરનો તીવ્ર રાગ તેમની કક્ષામાં-એક બાધક પ્રમાદ હતો. તેથી પ્રભુનો ઇશારો આ સૂક્ષ્મ પ્રમાદ ભણી હશે ! અથવા ગૌતમ જેવા સુપાત્ર શિષ્યનાં માધ્યમથી પ્રભુએ આપણા જેવા પામરોને ટકોર કરી ! પણ ગૌતમનાં સ્થાને આપણે હોઇએ તો આવી વારંવારની ટકોરને આપણે જીરવી શકીએ ખરા ? ગુરુ એકની એક ટકોર વારંવાર કરે અને વળી આપણને

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94