Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 34
________________ વીતરાગ હોવા છતાં પોતે છબસ્થ હોવાથી અવજ્ઞાદોષ સંભવી શકે. જમાલિએ અવજ્ઞા કરી જ ને ! પણ આ તો છબસ્થ ગૌતમ હતા. ૩૦-૩૦ વર્ષ લગી પ્રભુના અંતેવાસી રહ્યા અને પ્રભુના ગુણો માટે તે સદા વિસ્મિત હતા. આજીવન ગુરુના અંતેવાસી રહી શકાય પણ કાયમ ગુરુગુણો માટેનું વિસ્મય ટકાવી રાખવું તે ભારે કઠિન છે. ગુરુના અવગુણનું આચ્છાદન તે ચોથો વિનય. વીતરાગને અવગુણ જ નથી તેથી ઢાંકવાનો ઉદ્યમ નિરવકાશ હતો. અવગુણ ન હોવા છતાં અવગુણનો આક્ષેપ વીતરાગ કે સર્વજ્ઞ સામે પણ કરનારા કોઇ પાકે. જમાલિએ પ્રભુનાં વચનો સામે બળવો પોકાર્યો ત્યારે ગૌતમે પ્રભુનાં વચનની સત્યતા સચોટ પુરવાર કરીને જમાલિના પ્રતિપાદનને તેની સામે જ પોકળ પુરવાર કરેલું. પણ અભિનિવેશ જ હોય ત્યાં શું થાય ? પણ, ગુરુની પ્રતિષ્ઠા સામે ઢાલ બની ખૂબ ગંભીર પ્રકારનો આ વિનય દાખવવાની તક ગૌતમ ન ચૂક્યા. સિદ્ધહેમ બૃહદ્રવૃત્તિમાં છાત્ર શબ્દની અદ્ભુત વ્યુત્પત્તિ કરી છે. ગુરુના દોષોનું આછાદન કરવા માટે કે અપાયોથી ગુરુનું રક્ષણ કરવા માટે જે છત્રની જેમ વર્તે તેનું નામ છાત્ર. ગૌતમ ખરેખરા છાત્ર હતા. ગોશાળો પ્રભુ સામે ધમધમાટ કરતો આવી રહ્યો હતો ત્યારે પ્રભુએ આનંદ નામના મુનિ દ્વારા કહેવડાવવું પડ્યું. જાઓ, ગૌતમ આદિ મુનિઓને જણાવો કે ગોશાળો રોષથી કાંઇ પણ બોલે તોય પ્રતિકાર ન કરે. નહિંતર આ છાત્ર ઝાલ્યો રહે ? શિષ્ય સ્વયં તો ગુરુની આશાતના ન કરે, અન્ય કોઇ પણ દ્વારા થતી આશાતનાનું પણ સ્વયં નિવારણ કરે. આ છે પાંચમા નંબરનો વિનય. ખરી ધૃષ્ટતા કરી બેઠો હું ! કેરીમાં કેરીના ગુણો છે કે નહિ, તેનું વળી સંશોધન કરવાનું હોય ? ગૌતમસ્વામી મૂર્તિમંત વિનય હતા, તેમનામાં વિનયના પ્રકારની ઘટના કરવી એટલે વિનયને વિનયરૂપે સાબિત કરવાની બાલીશતા ! આપણા સહુની દૃષ્ટિમાં ગૌતમસ્વામીની આંતરિક હાઇટ મોટા મેરુ જેટલી દેખાય પણ ગૌતમની મેઝરટેપમાં તેમની પોતાની ઊંચાઇનો આંક શૂન્ય સેન્ટીમીટર

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94