Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 32
________________ પ્રયત્નસાધ્ય નહોતા, સ્મૃતિસાધ્ય પણ નહોતા, પરંતુ સહજસિદ્ધ હતા. નવાઇની વાત તો એ છે કે પ્રભુ ગૌતમે ઉપર જણાવ્યા તેવા કોઇ, સાધનાના તબક્કાઓમાંથી પસાર થયા વિના આ વિનય અને સમર્પણ સિદ્ધ કરેલા. અને, તેથી પણ વધારે નવાઇની વાત તો એ હતી કે તેમણે જિંદગીના ૫૦ વર્ષ સુધી અભિમાનની સાધના કરી અને છેલ્લે થઇ ગયો વિનયગુણ સિદ્ધ ! ગુણસિદ્ધિનું એક ગંભીર રહસ્ય અહીં પ્રગટ થાય છે. તમે ગુણસિદ્ધિ માટે સ્વકીય પુરુષાર્થ ગમે તેટલો જોરદાર કરો, પછડાટોય ખાવી પડે, વિલંબ પણ વેઠવો પડે, વૈર્ય પણ ટકાવવું પડે અને આ બધું કર્યા પછી પણ કેટલું નક્કર સંપાદિત કરો તે તો સવાલ જ બની રહે. પણ જો તમારી સાધનામાં ઇશાનુગ્રહનું બળ ભળી જાય તો સાધના ઝટ સિદ્ધિના અંતિમ પડાવે તમને પહોંચાડી દે. ગૌતમનો પુરુષાર્થ તો તદ્દન વિપરીત દિશાનો હતો, છતાં ઇશાનુગ્રહ મળી ગયો તો વિનયની પરાકાષ્ટાને હાંસલ કરી શક્યા. તમારે ક્ષમા સિદ્ધ કરવી હોય કે નમ્રતા; અનાસક્તિ સિદ્ધ કરવી હોય કે ઋજુતા; તપશ્ચર્યા સિદ્ધ કરવી હોય કે તિતિક્ષા; સંતોષ સિદ્ધ કરવો હોય કે ઉદારતા-તમે પ્રભુનાં ચરણોમાં પડીને અનુગ્રહની યાચના કરો. અનુગ્રહની ધારા શરૂ થતા જ તમારી સાધનામાં અચિન્હ વેગ પેદા થશે. વરસો થકી જે ઉપલબ્ધિ ન થઇ શકે, તે ક્ષણોમાં સંભવિત બનશે. - ક્યાંય મંદિરનું નિર્માણ થતું હોય ત્યાં જોયું હશે. પથ્થરની મોટી શિલાઓ શિખર કે ઘુમટ ઉપર ચડાવવા રપ-૫૦ મજૂરો ભેગા થઇને મથે. હોંકારા અને દેકારા સાથે પૂરું બળ અજમાવે અને આખા ઊંઘા પડી જાય, પરસેવે રેબઝેબ થઇ જાય ત્યારે પથ્થર એક ઇંચ આગળ ખસે. ઉપર શે પહોંચે અને ક્યારે પહોંચે ? અને એક ક્રેન આવી જાય તો કલાક બે કલાકમાં તો આવી ર૫-૫૦ તોતિંગ શિલાઓને રમત વાતમાં ઉપર ચડાવી મૂકે. સાધનાના ફીલ્ડની ક્રેન એટલે ઇશા નુગ્રહ ! સમ્યકત્વના ૬૭ બોલમાં વિનયનાં દસ સ્થાનો માટે પંચપ્રકારી વિનય પ્રરૂપિત કરવામાં આવ્યો છે. ભગતિ બાહ્ય પ્રતિપત્તિથી, હૃદય પ્રેમ બહુમાન

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94