Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 31
________________ છે અને તમારે ક્ષમાશીલ બનવું છે. તમે ક્ષમા ગુણની સાધના આરંભશો. ગમે તેવું ક્રોધનું નિમિત્ત મળે તો પણ મારે ક્ષમા જ રાખવી છે તેવું પહેલાં દ્રઢ પ્રણિધાન કરશો. તે પ્રણિધાનને વારંવાર યાદ કરશો. શક્ય તેટલી જાગૃતિ રાખશો. નિમિત્ત મળતા સંસ્કારવશ સહસા ક્રોધ થઇ જશે પણ પ્રણિધાન યાદ આવતા તરત સાવધાન થઇ જશો. ક્રોધના આવેગને રોકવા પ્રયત્ન કરશો. થોડા સફળ થશો, થોડા નિષ્ફળ થશો. નિષ્ફળતા બદલ પસ્તાવો કરશો. પ્રણિધાનને વધુ દ્રઢ કરશો. કદાચ ક્રોધ માટે દંડ નક્કી કરશો. ક્ષમાસાધક અને ક્રોધપ્રતિપક્ષી ભાવનાઓથી મનને ભાવિત કરશો. પ્રણિધાન-પ્રયાસ-જાગૃતિ-નિષ્ફળતા-પશ્ચાત્તાપ-ભાવનાયત્કિંચિત સફળતા વગેરે તબક્કાઓમાંથી વારંવાર પસાર થતા થતા છવટે થોડી ક્ષમા આત્મસાત થાય. આ ક્ષમા સાધનાની કક્ષાની. પણ જેને ક્રોધના પ્રબળ નિમિત્તમાં પણ ક્ષમા રાખવા માટે માનસિક સંઘર્ષ કરવો ન પડે, વાંચન-ચિંતનભાવનનાં આલંબનો લેવા ન પડે અને સહજ રીતે ક્ષમાનું આસેવન થઇ જાય તેને ક્ષમાગુણ સિદ્ધ થયેલો છે તેમ આપણે કહી શકીએ. જેવું ક્ષમા ગુણનું તેવું જ વિનયગુણનું. વિનયની અને સમર્પણની સાધના માટે અનાદિકાળના ઉચ્છંખલતાસ્વચ્છંદતા, મનસ્વીતા કે અહંકારના સંસ્કારોને તોડવા પડે. તે માટે દ્રઢ પ્રણિધાન કરી સાધક નક્કી કરેઃ મારે વડિલોની સામે બોલવાનું નથી, તેમનો વિનય જાળવવાનો છે, ઉચ્ચાસન, સમાસન, અંતરભાષા, ઉવરિભાષા, અપલાપ, આજ્ઞાઉત્થાપન વગેરે દોષો નિવારવાના છે. તેમની સેવા શુશ્રુષા કરવાની છે. તેમની આજ્ઞા, ઇચ્છા અને ઇંગિત મુજબ મારે વર્તવાનું છે. તેમના પ્રત્યે મનમાં સહેજ પણ દુર્ભાવ કે અભાવ ન થઇ જાય તેનું ધ્યાન રાખવાનું છે. તેમની આજ્ઞાનું પાલન કરવાનું છે અને તે પણ સહર્ષ કરવાનું છે. મનમાં બીજો વિકલ્પ પણ લાવવાનો નથી. આવું ઘણું ઘણું મનમાં નક્કી કરીને રાખે છતાં અલનાઓ થયા કરે. પસ્તાવો કરે, સુધારો કરે, પાછો પડે. તેમ કરતા કરતા ઉપચાર-વિનય પણ પરિપૂર્ણ આવતા વર્ષો વીતી જાય. અને હૃદયપ્રેમ બહુમાન તો ક્યારે સિદ્ધ થશે તેની તેને ચિંતા હોય. ગૌતમને વિનય અને સમર્પણ માટે આવી કોઇ સંઘર્ષયાત્રા કરવી પડી નહોતી. તેમને વિનય અને સમર્પણ સિદ્ધ હતા. તેમના વિનય કે સમર્પણ કષ્ટસાધ્ય નહોતા, - રર

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94