Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 29
________________ ગુરુમુખેથી પોતાનું નામ સાંભળતા રોમાંચિત થઇ જાય, હિતનાં વચનો મળતા જે ધન્ય ધન્ય બની જાય, શાસ્ત્રનાં રહસ્યો મળતા જે ન્યાલ થઇ જાય, આદેશના વચનો મળતા જે નતમસ્તકે રોમાંચિત થઇને પરમ અનુગ્રહ સ્વરૂપે તેને ઝીલે અને ઠપકો મળે ત્યારે ગુરુનાં હૃદયમાં પોતાની યોગ્યતા પ્રમાણિત છે તેમ સમજી નિગ્રહકૃપા રૂપે તે ઠપકાને સહર્ષ માથે ચડાવે તે શિષ્યને ગૌતમની નાતનો માની શકાય ! ગુરુની ઇચ્છાવિરુદ્ધ જે વર્તન તો ન કરે, ગુરુની ઇચ્છા કે આદેશ સામે દલીલબાજીમાં પણ ન ઉતરે, ગુર્વાશાના પ્રી-મોર્ટમ કે પોસ્ટમોર્ટમ જે ક્યારેય ન કરે. અરે ! ગુરુની ઇચ્છા વિરુદ્ધ જેને માનસિક વિકલ્પ પણ પેદા ન થાય તે શિષ્યને ગૌતમની પરંપરાનો ગણી શકાય ! વિનય અને સમર્પણની ભાષા છે. મારે શું કરવું તે ગુરુનાં કાર્યક્ષેત્રનો વિષય છે. ગુરુ ઇચ્છે તે જ કરવું તેટલું જ મારું કાર્યક્ષેત્ર. દેવેન્દ્રો અને નરેન્દ્રોથી વિભૂષિત વિશાળ પર્ષદાને દેશના અપવાનો આદેશ ગુરુ કરે કે પછી આનંદ શ્રાવકની ક્ષમા માંગવા જવાનો આદેશ કરે, ગૌતમ બંન્ને પ્રસંગે રોમાંચિત જ હોય...ગુરુની આજ્ઞાનું આરાધન મળ્યું ને ! ગૌતમના જીવન-પ્રસંગો ઉલેચો તો દરેક પ્રસંગમાં ગૌતમની મહાનતા ઉત્તરોત્તર ચડિયાતી લાગે ! જૂદા જૂદા પોઝના અને જૂદા જૂદા પ્રસંગે પાડેલા કોઇ એક જ વ્યક્તિના ફોટાનું આલ્બમ તમે જૂઓ તો તમે થોડી દ્વિધાઓ પછી પણ આખરે નક્કી તો કરી શકો કે આખા આલ્બમમાં તમારી દષ્ટિએ સૌથી સરસ ફોટો ક્યો? ગૌતમનું લાઇફ-આલ્બમ તમે ઉથલાવો, નક્કી નહીં કરી શકો કે ક્યા પ્રસંગમાં ગૌતમ સૌથી વધુ ઝળકે છે ! હું થોડું સાહસ કરું? આનંદ શ્રાવકનાં ઘરે પહોંચીને તેમનું મિચ્છામિ દુક્કડં દેતા ક્ષમાશ્રમણ ગૌતમ સૌથી વધુ ગ્રેટ લાગે છે ! તે કલ્પનાચિત્ર માનસપટ પર લાવું છું અને મોઢામાંથી ચીસની જેમ ઉદ્ગારો નીકળી પડે છે-ગૌતમ ધ ગ્રેટ ! ફીટીંગ અને મેચીંગનાં કલ્ચરમાં ઉછરેલા આપણે ! બૂટનું પગમાં ફીટીંગ બેસવું જોઇએ અને પેન્ટના કલર સાથે મેચીંગ પણ જામવું જોઇએ ! અને આ - ૨૦

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94