Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 28
________________ નથી તેવા કોઇને ઝાંખો અણસાર પણ આવે ખરો કે આ તાડમાંથી બનેલું નેતર છે ? નવા ભવમાં પણ પોત તો જૂનું જ હોય છે, ગૌતમનો ભવ એક જ, પોત બદલાઇ ગયું ! પ્રભુ વરની અચિંત્ય શક્તિ કે અચિંત્ય પ્રભાવનું સચોટ અને જીવતુંજાગતું સાક્ષીપત્ર એટલે શ્રમણ ગૌતમ ! મૂર્તિમંત અહંકાર મૂર્તિમંત વિનયમાં રૂપાંતરિત થાય એવું કોઇ ચિંતવી પણ શકે ? અને તે રીઅલમાં બન્યું જ ને ! જે પ્રભુ ક્રોધી ચંડકૌશિકને સમતાસાગર બનાવી શકે અને માની ઇન્દ્રભૂતિને વિનયમૂર્તિ બનાવી શકે તે પ્રભુ પાપીને પાવન કરે, કથીરને કંચન કરે, કિંકરને શંકર કરે અને ૮૪ લાખ યોનિમાં રઝળતાં રખડુને સિદ્ધશિલા ઉપર સદા માટે સ્થિર કરી દે તેવા પ્રભુના અચિંત્ય પ્રભાવમાં શ્રદ્ધા ધરવામાં હવે ક્યો અવરોધ નડે, ગૌતમને જાણ્યા પછી ? આપણે તો વાત કરવી છે ગૌતમની અણમોલ આધ્યાત્મિક લબ્ધિ સમા વિનયની. ઇન્દ્રભૂતિ બ્રાહ્મણનાં માથામાં માત્ર આત્મવિષયક શંકા જ નહોતી ભરાણી, રાઇ પણ ભરાયેલી હતી. પ્રભુએ સાચવીને શંકા કાઢી લીધી અને જે છિદ્ર પડ્યું તેમાંથી પેલી રાઇ પણ સરકી પડી. અહંકાર તૂટી પડ્યો. અહંકારી પંડિત તૂટી પડ્યો. અહંકાર ભરેલા હૈયામાં મોટું બાકોરું પડ્યું અને તે બાંકોરા વાટે પ્રભુ અંદર પ્રવેશી ગયા. ઓસ્કાર વાઇલ્ડ યાદ આવે. Howelse but abroken heartmay lord enter in. અને પછી તે આખું નિ:શલ્ય મસ્તક ઇન્દ્રભૂતિએ પ્રભુનાં ચરણે ધરી દીધું. તે ક્ષણે જ ઇન્દ્રભૂતિ ગૌતમનાં મનનું સ્ટરીલાઈજેશન થઇ ગયું. ઇચ્છારૂપી સંતાનોની પ્રસૂતિ તે મનમાંથી હવે સદા માટે સ્થગિત થઇ ગઇ ! સમર્પણની વેદિકામાં મનની આહુતિ અપાઇ ગઇ ! ગૌતમસ્વામીને મન:પર્યવજ્ઞાન હતું પણ મન ક્યાં હતું ? ગુરુના ઇંગિતને ગુરુની ઇચ્છા સમજે, ગુરુની ઇચ્છાને ગુરુની આજ્ઞા સમજે અને ગુરુની આજ્ઞાને પોતાનો પ્રાણ સમજે તે શિષ્યને ગૌતમનાં ગોત્રનો ગણી શકાય ! - ૧૯

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94