Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 26
________________ અર્થો લીટર દૂધમાંથી પોણો કે એક લીટર દૂધ બનાવવાની ચાલાકી રોજ કરતા હોય છે પણ તેને કોઇ લબ્ધિ નથી કહેતું ! અને, પ્રભુ ગૌતમ ટોયલી જેટલી ખીરમાં અંગૂઠો અડાડી રાખે અને તે ક્ષીરપાત્ર અક્ષયપાત્ર બની જાય ! ૧૫૦૦ તાપસીનાં પારણાં થયા પણ ખીર ખૂટી નહિ ! આ પણ કેવો વિસ્મયકારક ચમત્કૃતિપૂર્ણ લબ્ધિપ્રયોગ ! બે જ લબ્ધિઓ પ્રયોજિત થઇ અને આપણી આંખો ચાર થઇ ગઇ ! બધી જ લબ્ધિઓનું તેમણે લાઇવ-ડેમોસ્ટ્રેશન કર્યું હોત તો ! ગૌતમે રોજના માત્ર એક એક લબ્ધિ પણ પ્રયોજિત કરી હોત તો પણ દુનિયાને તેમના ૩૦ વર્ષના છદ્મસ્થ પર્યાયમાં લબ્ધિના ૧૦૮૦૦૦ ચમત્કારો જોવા અને સાંભળવા મળત. પછી તો આ ચમત્કારી બાબાની પાસે કેટલી લાઇનો લાગત ! કેવી તો ભીડ જામત ! પણ આ તો ગૌતમ ! આધ્યાત્મિક લબ્ધિઓનો પાક ઉગાડવા ગયા અને બાય પ્રોડક્ટ તરીકે આ ભૌતિક લબ્ધિઓનું ઘાસ ઉગી નીકળ્યું ! તેમને પોતાની પાસે કોઇ ભક્તોની કતારો લાગે તેમાં જરાય રસ નહોતો. તે તો પ્રભુવીરના ચરણોપાસકોની કતારમાં અવ્વલ નંબર પામીને જ કૃતાર્થ બની ગયા હતા. કરોડપતિ શ્રીમંતના વૈભવી બંગલો, ઇમ્પોર્ટેડ કાર અને મોંઘાદાટ કપડા કે બૂટ કોઇ ભિખારી ચકર-વકર જોયા કરે તેમ ભિખારડા આપણે ગૌતમની લબ્ધિનાં નામ અને આંકડા સાંભળીને ગાંડાઘેલા બની જઇએ છીએ ! પણ, પ્રભુ ગૌતમની ખરી શ્રીમંતાઇ તો તેમની આધ્યાત્મિક લબ્ધિના ભંડારમાં પડેલી હતી ! તેમની ભૌતિક લબ્ધિઓ તો લખલૂટ આધ્યાત્મિક લબ્ધિઓના ભંડારની બહાર વેરાયેલું માત્ર પરચૂરણ હતું ! વિનય અને સમર્પણની એવી અમૂલ્ય લબ્ધિ ગૌતમે હસ્તગત કરી કે દુનિયાભરની બધી લબ્ધિઓ તેમની ચરણદાસી બની ! ગૌતમ એટલા લધુ બન્યા, એટલા લઘુ બન્યા કે તે આટલા બધા મહાન બની ગયા ! લબ્ધિ તો ખરી પ્રભુ વીરની ! સમગ્ર વિશ્વનો અને કદાચ અસંખ્ય કાળ ચક્રોના વિરાટ કાલખંડનો સૌથી પ્રકષપ્રાપ્ત જાદુનો ખેલ પ્રભુ વીરે કર્યો ! એ કોઇ હાથચાલાકી નહોતી, નજરબંધી નહોતી, હીપ્નોટીઝમ કે મેસ્મરીઝમ નહોતું કે - ૧૭

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94