Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 37
________________ જ્ઞાનગોષ્ઠિ થઇ. ત્યારે પ્રભુ વીરના પ્રથમ ગણધર હોવા છતાં પાર્શ્વપરંપરાના આ એક આચાર્ય ભગવંત પાસે વિનયપૂર્વક પોતે સામે ચાલીને ગયા. અને, કેશી ગણધરે પણ તેમનું ખૂબ ઓચિત્ય દાખવ્યું. ગૌતમનો વિનય સહજતાથી સુપાત્ર ભણી ઢળી પડે છે. કેશી ગણધર શિષ્યોની શંકાઓ રજૂ કરે છે અને ગૌતમસ્વામી તે દરેક સંશયનું યથાર્થ નિરાકરણ કરે છે. આ આખો પ્રબંધ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયનમાં અદ્ભુત રીતે આલેખાયો છે. એક એક શંકાનું નિરાકરણ પામીને કેશી ગણધર ગૌતમ સ્વામીની અદ્ભુત ઉપબૃહણા કરે છે. साहु गोअम ! पण्णा ते, छिन्नो मे संसओ इमो । ગૌતમ ! તમારી પ્રજ્ઞાનો આભાર. મારા સંશયનું તમે સરસ નિરાકરણ કર્યું. ગૌતમસ્વામી પેલા સ્કંદક તાપસને આવકારવા કેવા દોડી ગયા હતા ! તેમની આ સહજસિદ્ધ વિનમ્રતાને કારણે તેમનું વ્યક્તિત્વ વધુ મોહક અને ચાહનાપાત્ર બન્યું હતું. જોતાવેંત વહાલપ ઉભરી આવે. પોલાસપુરનો બાળ અઈમુત્તો ગોઠિયાઓ સાથે રમતો હતો. ગોચરીએ નીકળેલા ગૌતમને નિહાળી તેને હેત ઉભરાઈ આવ્યું. રમવાનું મૂકી ગૌતમસ્વામી સાથે ગોઠડી કરવા દોડી ગયો. કોઇને પણ આકર્ષિત અને આવર્જિત કરી દે તેવું ચુંબકીય બળ ગૌતમમાં હતું. વિનમ્રતા, સૌહાર્દ અને સર્વ પ્રત્યેનાં જીવંત અને ધબકતા શુભ સંવેદનો એ જ કદાચ ગૌતમનો મેગ્નેટીક પાવર હતો. આ ગુણોને કારણે જ ગૌતમનાં વ્યક્તિત્વમાં અજબગજબની મોહકતા અવતરિત થઇ હતી ! ક્ષણવાર દેવશર્મા બ્રાહ્મણના વિચારે ચડી ગયો. તેની ઇર્ષા કરવી કે દયા? અંબડ પરિવ્રાજક સાથે પ્રભુ સુલતાને ધર્મલાભ કહેવડાવે તે સુલસા આપણને બડભાગી લાગે તો પ્રભુ વીર જેને પમાડવા આવડા મોટા ગોતમ ગણધરને સામેથી ખાસ મોકલે તે દેવશર્મા તો કેવો મોટો બડભાગી ! પણ, ગૌતમને પ્રભુનો અંતિમ સમયે વિરહ થવામાં નિમિત્ત બનવાનું કાળું કલક તેનાં લમણે લખાઈ ગયું. - ૨૮

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94