Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 36
________________ આપણી તુચ્છ બુદ્ધિમાં લાગતું હોય કે આ વગર જરૂરની ટકોર છે, હું તો સુવ્યવસ્થિત છું. તે વખતે મનમાં જે વિકલ્પોની વણઝાર ઊઠે તેની સાયકોફિલ્મ ઉતરે તો ! પણ, આ તો ગૌતમ ! તે તો આમાં પ્રભુની નીતરતી કરુણાનો ભીનો ભીનો સ્પર્શ અનુભવીને જ કૃતાર્થ બને છે. - નિર્વાણ વખતની ઘટનાને નજર સામે લાવો. બે જણાની અંગત વાત ચાલતી હતી ત્યારે ત્રીજો કોઇ આવીને ત્યાં બેસી ગયો. તેને બિચારાને ખબર નથી કે તે બે જણાની અંગત વાતમાં હું વિક્ષેપક બન્યો છું. વાતની ધારાને અખંડિત રાખવા પેલા બે જણે આ નવા આગંતુકને કોઇ બહાનું કાઢીને ત્યાંથી ફૂટાડ્યો. પેલો ચકોર હતો એટલે બધું સમજી ગયો. તેને કેવું માઠું લાગે ! નિર્વાણસુંદરીને ભેટવાની ક્ષણે દેવશર્માના પ્રતિબોધનું બહાનું કાઢીને પ્રભુએ ગૌતમને ત્યાંથી ફૂટાડ્યા તે ગૌતમ નહિ સમજ્યા હોય ! બીજા કોઇને પ્રભુએ દૂર ન કર્યા, માત્ર મને જ દૂર કેમ કર્યો ? તેવો વિકલ્પ પણ ગૌતમપ્રભુને મનમાં ન ઊઠયો. આવું વિચારું છું ત્યારે દયાદ્ધ દૃષ્ટિથી મારી સામે જોઇને ગૌતમસ્વામી મને કહી રહ્યા છે. પ્રભુના આદેશનું પાલન કરવા મળે તેનાથી જ હું ધન્ય. ગુર્વાણાના પોસ્ટ મોર્ટમ કે પ્રીમોર્ટમ કરવાનું ક્યારેય શીખીશ નહિ. વિનય, વૈયાવચ્ચ, ગુણાનુરાગ, પ્રમોદભાવ વગેરે ગુણો ક્યારેક ગુણાભાસ પણ હોય તેવું બને. જે પોતાને પ્રિય છે તેમના જ વિનય અને ભક્તિ ગમે, બીજાના ન ગમે. તેમના જ ગુણોની પ્રશંસા ફાવે, બીજાના ગુણોની પ્રશંસા ન રુચે. ત્યારે તે પૂજા અને કીર્તન ગુણવાનના ન થયા, પાત્રના ન થયા. પણ અહં અને મમના જ થયા. ગૌતમનો વિનય માત્ર પ્રભુકેન્દ્રીત નહોતો, સર્વવ્યાપી હતો. સર્વ સુપાત્રોમાં ગૌતમનો વિનય પથરાયેલો હતો. એકદા શ્રાવસ્તિ નગરીના કોષ્ટક નામનાં ઉદ્યાનમાં ગૌતમસ્વામી પધારેલા હતા. તે વખતે તે જ નગરીના હિંદુક ઉદ્યાનમાં પાર્થસંતાનીય શ્રીકેશી ગણધર પધારેલા હતા. નગરીમાં ગોચરીએ ફરતા બન્નેના શિષ્યોને પરસ્પરનો સામાચારી-ભેદ નિહાળી શંકા થઇ. બન્નેનો મોક્ષમાર્ગ છે, તો આ ભેદ શા માટે ? શિષ્યોની આ શંકાના નિરાકરણ કાજે ગૌતમસ્વામી અને કેશી ગણધર વચ્ચે

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94