Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 40
________________ > કૈવલ્યસિદ્ધ હસ્ત - ચિકિત્સાક્ષેત્રે આજે દુનિયામાં સેંકડો થેરપિ અસ્તિત્વ ધરાવે છે. જગજૂની આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ રોગનો આમૂલ નાશ કરવા માટે સુપ્રસિદ્ધ છે. તો તત્કાલ રાહતનો એલોપેથીનો દાવો છે. રોગનું મૂળ દરદીનાં મનમાંથી પકડીને ચિકિત્સા કરવા મથે છે હોમિયોપેથિ. એક્યુપંકચર થેરપિ, રેકી થેરપિ, કલર થેરપિ, મેગ્નેટ થેરપિ, શિવામ્બુ થેરપિ, ગોમૂત્ર થેરપિ વગેરે પારાવાર થેરપિના ટેકેદારો કેન્સર અને એઇટ્સ સુધીના રોગોની સફળ ચિકિત્સાના દાવેદારો તરીકે આપણને જોવા મળશે. અને તે તે દાવાને પડકારનારા પણ ઘણાં મળશે. આ બધી થેરપિ કરતાં સૌથી વધુ અસરકારક અને સો ટકા સફળતાની ગેરન્ટીવાળી કેટલીક અજબગજબની થેરપિની અહીં વાત કરવી છે. આંગળીનો સ્પર્શ થવા માત્રથી થઈ સ્ટેજનું કેન્સર પણ ક્ષણવારમાં ગાયબ થઇ જાય તેવી ફીન્ગર ટચ થેરપિ એટલે આમૌષધિ લબ્ધિ. અને, મળ કે મૂત્રના સ્પર્શ માત્રથી રોગ નિમૂલ થાય તેવી સ્કુલથેરપિ કે યુરિન-થેરપિ એટલે વિપ્રૌષધિ લબ્ધિ. નાકનું શ્લેષ્મ અકસીર ઇન્ટમેન્ટ બનીને તમારા દરદને દૂર કરે તે લબ્ધિનું નામ છે ખેલોષધિ લબ્ધિ અને શરીરનો મેલ ઘસવાથી રોગ મટે તે મલ્લષધિ લબ્ધિ. કોઇ માણસ નાક કે આંખથી સાંભળી શકે છે તેવું તમારી જાણમાં આવે તો તમે કેવું આશ્ચર્ય અનુભવો ! સંભિન્નશ્રોતલબ્ધિ જેની પાસે હોય તેને માટે આ બાબત સહજ છે. મુંબઇમાં બેઠા બેઠા કોઇ વ્યક્તિ ટી.વી. કે ઇન્ટરનેટ જેવા આધુનિક સાધનોની મદદ વિના વોશિંગ્ટનનાં વ્હાઇટ હાઉસમાં શું બની રહ્યું છે

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94